Shaitaan Trailer: 'શૈતાન'નુ રુંવાડા ઉભા કરી દે તેવુ ટ્રેલર, અજય દેવગણ-આર માધવનની ખતરનાક ડરામણી ફિલ્મ
Shaitaan Trailer Out: બૉલિવુડ અભિનેતા અજય દેવગન અને આર. માધવન ફિલ્મ 'શૈતાન'થી લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. લોકોની ઉત્સુકતા વધારતા ફિલ્મ મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જો લોકોનું માનીએ તો આ ટ્રેલર જોઈને કોઈનું પણ દિમાગ હલી જશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'શૈતાન' નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. તેનું ટ્રેલર એકદમ ખતરનાક લાગે છે. ટ્વિટર અને યુટ્યુબ પર 'શૈતાન'નું ટ્રેલર જોયા બાદ ચાહકો તેના દિવાના થઈ ગયા છે અને તેના વખાણ કરતા થાકતા નથી.

જ્યાં કેટલાક લોકો ફિલ્મ 'શૈતાન'ને 'માસ્ટરપીસ' કહી રહ્યા છે, તો ઘણા લોકો અજય દેવગન અને આર. માધવનની પ્રશંસા કરી રહ્યા છે. અજય-માધવનની જોડીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. 'શૈતાન'ના 2 મિનિટ 26 સેકન્ડ લાંબા ટ્રેલરમાં તમને દરેક ક્ષણે ડર લાગશે. જો લોકોનું માનીએ તો તમે ટ્રેલરમાં ક્યાંય આંખ મીંચી પણ શકશો નહીં. આ જોયા પછી તમારા રુંવાડા ઉભા થઈ જાય છે.
ફિલ્મ 'શૈતાન'ના ડિરેક્ટર વિકાસ બહલ છે. આ ફિલ્મ 8 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આર. માધવન બ્લેક મેજિક કરવા જઈ રહ્યો છે અને અજય દેવગન પણ એકદમ અલગ અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં અભિનેત્રી જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આર. માધવન કાળો જાદુ કરે છે અને અજય દેવગણે તેની પુત્રીને તેના કાળા જાદુથી બચાવવાની છે.
મળતી માહિતી મુજબ, ફિલ્મ 'શૈતાન' ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિન્દી રીમેક છે. ગુજરાતી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે અજય દેવગણે 'શૈતાન'માં માત્ર અભિનય જ નથી કર્યો, પરંતુ તે તેના નિર્માતા પણ છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
