‘હું ભારતનો ટૉમ ક્રૂઝ છુ' - ડેવિડ લેટરમેનના શોથી શાહરુખ ખાનના 10 રસપ્રદ નિવેદન

અમેરિકન હોસ્ટ ડેવિડ લેટરમેનના શો માય નેકસ્ટ ગેસ્ટ નીડ્ઝ નો ઈન્ટ્રોડ્ક્શન (My Next Guest Needs No Introduction) ની નવી સિઝનમાં શાહરુખ ખાન જોવા મળ્યા.

અમેરિકન હોસ્ટ ડેવિડ લેટરમેનના શો માય નેકસ્ટ ગેસ્ટ નીડ્ઝ નો ઈન્ટ્રોડ્ક્શન (My Next Guest Needs No Introduction) ની નવી સિઝનમાં શાહરુખ ખાન જોવા મળ્યા. આ એપિસોડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂક્યો છે અને એમાં કોઈ બેમત નથી કે શાહરુખ ખાને આ શોથી એક વાર ફરીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. શોમાં શાહરુખ ખાને ઘણી રસપ્રદ વાતો શેર કરી. પોતાના બાળપણથી લઈને પતાના બાળકો સુધી, પોતાના અભ્યાસથીલઈને પોતાના સ્ટારડમ સુધી.

ડેવિડ લેટરમેનનો શો

ડેવિડ લેટરમેનનો શો

ડેવિડ લેટરમેના આ શો પર યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં, નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસૂફજઈ, હોલિવુડ સેલેબ્ઝ જેવા કે જ્યોર્જ ક્લૂની, એલેન ડીજેનેરસ સાથે ઘણી સેલિબ્રિટી ભાગ લઈ ચૂક્યા છે. શાહરુખ ખાનનો આ એપિસોડ 25 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર આવી ચૂક્યો છે.

ભારતનો ટૉમ ક્રૂઝ છુ

ભારતનો ટૉમ ક્રૂઝ છુ

શાહરુખ ખાને જણાવ્યુ કે એક વાર ટાઈમ મેગેઝઈને તેમને ભારતના ટૉમ ક્રૂઝ ગણાવીને આખી સ્ટોરી લખી હતી. શાહરુખે કહ્યુ કે મને એ એટલુ ગમ્યુ કે ત્યારબાદથી કઈ મારો પરિચય માંગે તો હું એમ જ કહુ છુ.. કે હું ભારતનો ટૉમ ક્રૂઝ છુ.

એન્જિનિયર બનવા ઈચ્છતો હતો

એન્જિનિયર બનવા ઈચ્છતો હતો

પોતાના અભ્યાસ પર વાત કરતા શાહરુખ ખાને કહ્યુ કે હું સાયન્સ લઈને અભ્યાસ કરી રહ્યો હતો કારણકે મારે એન્જિનિયર બનવુ હતુ. પરંતુ પછઈ મને લાગ્યુ કે હું એન્જનિયર નહિ બની શકુ તો હું એક્ટર બની ગયો. મે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યુ અને માસ કમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે.

સ્કૂલમાં હતી સી ગેંગ

સ્કૂલમાં હતી સી ગેંગ

શાહરુખ ખાને રાઝ ખોલતા કહ્યુ કે સ્કૂલમાં તેમના 4 દોસ્તોની એખ ગેંગ હતી... જેનુ નામ હતુસી ગેંગ. તે ચારેય પોતાને બહુ કૂલ સમજતા હતા અને ફિલ્મી અંદાજમાં સ્કૂલમાં ફરતા હતા. શાહરુખ ખાન કહ્યુ, અમે પોતાને બહુ કૂલ સમજતા હતા, પરંતુ અમને કોઈને સીરિયસલી લીધા નહિ.

સમુદ્ર કિનારે ગૌરીને શોધી

સમુદ્ર કિનારે ગૌરીને શોધી

ગૌરી સાથે પોતાની લવ સ્ટોરી બતાવતા શાહરુખ ખાન કહે છે કે જ્યારે ગૌરી મુંબઈ આવી તો મને ખબર નહોતી કે તે ક્યાં છે.. મને કોઈ માહિતી નહોતી. હું મારા ત્રણ દોસ્તો સાથે મુંબઈ આવ્યો અને સમુદ્ર કિનારે ગૌરીને શોધતો હતો કારણકે મને ખબર હતી કે તેને સ્વીમિંગ પસંદ છે. હું પહેલી વાર બઈ આવ્યો હતો. લગભગ 5-7 બીચ ફર્યા બાદ મને ગૌરી મળી હતી.

બાળકોને વધુને વધુ સમય આપવા માંગુ છુ

બાળકોને વધુને વધુ સમય આપવા માંગુ છુ

કિંગ ખાને કહ્યુ કે તેબાળકો સાથે ઘણો બધો સમય પસાર કરવા ઈચ્છે છે.. બાળકોની નજીક રહેવા માટે જ તે ઈટાલિયન ભોજન બનાવવાનુ શીખીરહ્યા છે. તે બાળકો માટે પાસ્તા બનાવે છે. શાહરુખે કહ્યુ કે તેમને રોજ 2-3 વાગે જમવાનુ જોઈએ. ત્યારે હું તેમને પાસ્તા બનાવીને ખવડાવુ છુ.

ઘોડેસવારીથી ડર લાગે છે

ઘોડેસવારીથી ડર લાગે છે

શાહરુખે જણૈવ્યુ કે તેમને ઘોડેસવારીથી ઘણો ડર લાગે છે. તેમને ફિલ્મ અશોકાની શૂટિંગ દરમિયાનનો કિસ્સો શેર કરતા કહ્યુ કે હું ઘોડા પર બેઠો હતો.. ઘોડાએ દોડવાનુ શરૂ તો કરી દીધુ પરંતુ તે સમય પર રોકાયો નહિ.મને ઘોડાઓથી બહુ ડર લાગે છે.

આ એક્ટર્સ છે પ્રેરણા

આ એક્ટર્સ છે પ્રેરણા

શાહરુખ ખાન બહુ બધા લોકો માટે પ્રેરણ છે...પરંતુ શાહરુખ ખાન માટે જે એક્ટર્સ આઈડલ છે.. તે છે Michael J Fox અને Peter Sellers..

બાળકોના પ્રોબ્લેમ પણ સોલ્વ કરુ છુ

બાળકોના પ્રોબ્લેમ પણ સોલ્વ કરુ છુ

શાહરુખે કહ્યુ હું મરા બાળકોના પ્રોબ્લેમ પણ ઉકેલવાનીકોશિશ કરુ છુ. જો કે સુહાના જ્યારે ક્યારેય પોતાના બોયફ્રેન્ડ માટે કોઈ સવાલ કરે છે તો મને બહુ ગુસ્સો આવે છે. હું કહેવુ ઈચ્છુ છુ કે ના આ છોકરો યોગ્ય નથી પરંતુ હું નથી કહી શકતો. હું એની વાત સાંબળુ છુ.

સામાજિક કાર્ય

સામાજિક કાર્ય

શાહરુખ ખાને જણાવ્યુ કે એસિડ એટેક પીડિત મહિલાઓ માટે તેમણે એક સંસ્થા બનાવી છે. જે આ દિશામાં ગંભીરતાથી સતત કામ કરી રહી છે.

ટૉપ પર છે શાહરુખ

ટૉપ પર છે શાહરુખ

મિસ્ટર લેટરે કહ્યુ કે દરેક સેશન બાદ હું અનુભવુ છુ અને વિચારુ છુ કે આ બહુ સ્માર્ટ અને રસપ્રદ વાત હતી.. પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આ ઈન્ટરવ્યુ મારા માટે લિસ્ટમાં ટૉપ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X