શાહરુખ-સલમાનનુ મિલન ‘વાસી’... પડદા પર ફરી આવે કરણ-અર્જુન...
મુંબઈ, 7 જુલાઈ : ગત વર્ષે ઇફ્તાર પાર્ટીમાં વર્ષો બાદ શાહરુખ ખાન અને સલમાન ખાન એક-બીજાને ભેંટ્યા હતાં, ત્યારે મીડિયા માટે તે નેશનલ ન્યુઝ બની ગઈ હતી. સૌના માટે આ સમાચાર રાષ્ટ્રીય સમાચાર હતાં. આ સમાચારે લોકોને ખુશ પણ કર્યા હતાં અને લોકોમાં આશા પણ જગાવી હતી કે કદાચ આગામી સમયમાં કરણ-અર્જુનની આ જોડી પુનઃ રૂપેરી પડદે જોવા મળશે, પરંતુ પછીથી બંને સ્ટાર્સે એમ કહી દીધુ હતું કે જે થયું, તે ઈદના મુબારક પ્રસંગે થયુ હતું. આ મુબારક પ્રસંગે કોઈ વેર કે ફરિયાદ વગર એક-બીજાને ભેંટવામાં આવે છે અને તે જ તેમણે કર્યુ હતું.
હવે આ વર્ષે ફરી રમઝાન મહીનો આવ્યો અને તે જ બાબા સિદ્દીકી દ્વારા યોજાયેલ ઇફ્તાર પાર્ટીમાં આ કરણ-અર્જુન ફરીથી એક-બીજાને ભેંટ્યાં. ગઈકાલે યોજાયેલ આ પાર્ટીમાં સલમાન-શાહરુખ એક-બીજાને ભેંટ્યાં. જોકે આ તસવીરોમાં ગત વર્ષની જેમ જ કંઇક એવી પ્રતીતિ થઈ રહી છે કે સલમાન ખાન તો ખુશ છે, પણ શાહરુખ ખાન જાણે કોઈ ફરક ન પડતો હોય તેમ તેમનો ચહેરો દર્શાવી રહ્યો છે, પરંતુ શાહરુખ-સલમાનના ફૅન્સને આ વાતનો જરૂર ફરક પડતો લાગે છે.
શાહરુખ-સલમાનનું આ સતત બીજા વર્ષે થયેલ ભરત-મિલાપ લોકો માટે બિગ ન્યુઝ નહોતાં. લોકોને હવે લાગે છે કે આ તો કૉમન થઈ ગયુ છે. આ આખી વાત જ વાસી થઈ ગઈ છે અને એટલે જ આ વખતે શાહરુખ-સલમાનના મિલનના સમાચારો હૅડલાઇન્સ નહીં બન્યાં. ગત વર્ષે જે લોકો શાહરુખ-સલમાનના મિલનથી બહુ ઉત્સાહમાં આવી ગયા હતાં, તેઓ પણ આ વખતે ઉદાસીન જ રહ્યાં, કારણ કે લોકો આ મિલનને રૂપેરી પડદે સાકાર થતુ જોવા માંગતા હતાં અને તેવુ કંઈ પણ થયું નહીં.
ચાલો જોઇએ બાબા સિદ્દીકી દ્વારા યોજાયેલ ઇફ્તારી પાર્ટીની તસવીરો :

શાહરુખ-સલમાન ઇફ્તાર પાર્ટીમાં
સલમાન ખાન અને શાહરુખ ખાન બંને બાબા સિદ્દીકીની ખૂબ જ નજીક છે. બંને દર વર્ષે તેમના દ્વારા યોજાતી ઇફ્તાર પાર્ટીમાં હાજર રહે છે.

કૅમેરા કેન્દ્રિત
આ પાર્ટીમાં સલમાન અને શાહરુખ જેવા પહોંચ્યાં કે તરત જ ત્યાં હાજર તમામ કૅમેરાઓ બંને પર કેન્દ્રિત થઈ ગયાં. સૌ જાણતા હતાં કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભરત-મિલાપ થશે.

ગત વર્ષની તસવીર
આ તસવીર ગત વર્ષની છે કે જ્યારે બાબા સિદ્દીકીની આવી જ ઇફ્તાર પાર્ટીમાં સલમાન-શાહરુખ ભેંટ્યા હતાં.

જાળવી રાખ્યો સિલસિલો
વર્ષ 2013માં જ્યારે ઘણા સમય બાદ સલમાન-શાહરુખ એક-બીજાને ભેંટ્યા હતાં, ત્યારે ફૅન્સ ખુશખુશાલ થઈ ગયા હતાં. સલમાન-શાહરુખે આ સિલસિલો આ વર્ષે પણ જાળવી રાખ્યો.

બાબા પણ ખુશ
સલમાન-શાહરુખને મળી બાબા સિદ્દીકી પણ ખુશખુશાલ જણાય છે.

અરબાઝ ખાન
બાબા સિદ્દીકી દ્વારા યોજાયેલ ઇફ્તાર પાર્ટીમાં અરબાઝ ખાન પણ હાજર રહ્યા હતાં.

અર્જુન કપૂર
અર્જુન કપૂરે ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

મધુર ભંડારકર
આ ઇફ્તાર પાર્ટીમાં મધુર ભંડારકર પણ હાજર રહ્યા હતાં.

સોહેલ-આદિત્ય
ઇફ્તાર પાર્ટીમાં સોહેલ ખાન અને આદિત્ય પંચોલીએ પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો....
હે ભગવાન! આ ‘વેશ્યા'થી છુટકારો અપાવો કોઈ મને : શિલ્પાનો પોકાર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
