Shah Rukh Khan Net Worth : શૂન્યથી શરૂ કરનાર શાહરુખ ખાન છે 7300 કરોડનો માલિક, જાણો ક્યાંથી આવે છે રૂપિયા?
Shah Rukh Khan Net Worth : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સખત મહેનત કરીને સ્ટારડમ હાંસલ કર્યું છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે.
જણાવી દઈએ કે, એક સમયે શાહરૂખ ખાને આ ઈન્ડસ્ટ્રીમાં શૂન્યથી શરૂઆત કરી હતી અને આજે તેનું નામ દુનિયાના ધનિક કલાકારોની યાદીમાં સામેલ છે.

થોડા દિવસો પહેલા જ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 આવ્યું છે. આ યાદીમાં શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં શાહરૂખ ખાનની સંપત્તિ 7300 કરોડ રૂપિયા હોવાનું કહેવાયુ છે.
કિંગ ખાન 7300 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. શાહરૂખ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની મોટી ભાગીદારીના કારણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં શાહરૂખ ખાનની સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. આ મોટી રકમ તે ફિલ્મોમાંથી આવે છે જેમાં તે કામ કરે છે.
ક્રિકેટમાંથી 280 કરોડની કમાણી કરનાર કિંગ ખાન શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ ફિલ્મો બનાવે છે. તે બ્રાન્ડને પ્રમોટ કરે છે અને તે જે જગ્યાએ રોકાણ કરે છે તેમાંથી પણ સારી કમાણી કરે છે. શાહરૂખ ખાન આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. દર વર્ષે તે ક્રિકેટમાંથી 280 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
એક ફિલ્મ માટે આટલો ચાર્જ વસૂલે છે
શાહરૂખ ખાન એક ફિલ્મમાં કામ કરવા માટે 150 થી 250 કરોડ રૂપિયા ફી લે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો મોટો બિઝનેસ તેની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ છે, જેની માલિકી તેની અને તેની પત્ની ગૌરી ખાન પાસે છે. તે દર વર્ષે 500 કરોડથી વધુની કમાણી કરે છે.
જાહેરાતથી 4 કરોડ રૂપિયાની કમાણી
શાહરૂખ ખાન ઘણી મોટી કંપનીઓ સાથે કામ કરે છે અને તેને એક દિવસના એડ શુટિંગ માટે 3.5 થી 4 કરોડ રૂપિયા મળે છે. તેણે પેપ્સી, ડીશ ટીવી, બિગ બાસ્કેટ, ટેગ હ્યુઅર, નોકિયા વગેરે જેવી બ્રાન્ડ્સનું પ્રમોશ કર્યું છે, જેનાથી તેને સારી એવી કમાણી થઈ છે.
શાહરૂખ ખાનની મિલકતો
શાહરૂખ ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મન્નતમાં રહે છે. તેમના આલીશાન ઘરની કિંમત 200 કરોડ રૂપિયા છે. તેણે તેને વર્ષ 2001માં ખરીદ્યું હતું. કિંગ ખાનનું બીજું ઘર લંડનના ફેન્સી પાર્ક લેન વિસ્તારમાં છે, જેની કિંમત લગભગ 183 કરોડ રૂપિયા છે. તેની પાસે દુબઈમાં જન્નત નામનો વિલા છે, જે તેને એક પ્રોપર્ટી કંપનીએ ભેટમાં આપ્યો છે. તેની કિંમત 100 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાનની ખાસ વેનિટી વેન
શાહરૂખ ખાન પાસે એકથી વધુ લક્ઝરી કાર છે. જો કે તેની 4 કરોડ રૂપિયાની વેનિટી વેન ઘણીવાર સમાચારોમાં રહે છે. શાહરૂખ ખાન ઘણીવાર તેની વેનિટી વાન Volvo BR9 નો ઉપયોગ કરે છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાનનું કાર કલેક્શન
શાહરૂખ ખાન પાસે BMW 7 સિરીઝની કાર છે જેની કિંમત 3 કરોડ રૂપિયા છે. આ સિવાય કિંગ ખાન પાસે BMW i8 સ્પોર્ટ્સ કાર (2.25 કરોડ) અને BMW 6 સિરીઝ કન્વર્ટિબલ (1.20 કરોડ) છે. કિંગ ખાન પાસે લેન્ડ રોવર સ્પોર્ટ એસયુવી જેવી કાર પણ છે જેની કિંમત 2.25 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે જેની કિંમત કરોડોમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
