Shah Rukh Khan Birthday: શાહરુખના 58માં જન્મદિવસે મન્નત પહોંચ્યા ફેન્સ, સિગ્નેચર પોઝ સાથે અભિવાદન, જુઓ Video
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાનને તેના 58માં જન્મદિવસની શુભેચ્છા આપવા મન્નત બંગલાની બહાર સેંકડો ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન મુંબઈ પોલીસને તેમને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. લોકો તેમના મનપસંદ સેલિબ્રિટીની ઝલક મેળવવા માટે કલાકો સુધી ઉભા રહ્યા હતા.
અભિનેતા શાહરૂખ ખાને મોડી રાત્રે બહાર આવીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન કિંગ ખાન પોતાનો સિગ્નેચર પોઝ આપતા જોવા મળ્યો હતો.

દર વર્ષની જેમ આ વખતે પણ બૉલિવુડના 'કિંગ ખાન'ની એક ઝલક મેળવવા મન્નતની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. બુધવારે શાહરુખ ખાનના બંગલા મન્નતની બહાર મોટી સંખ્યામાં બૉલિવુડ બાદશાહના ચાહકો એકઠા થયા હતા. વિવિધ શહેરોમાંથી ચાહકો સવારથી જ સ્ટારને પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવવા માટે લાઇન લગાવી રહ્યા હતા.
ઘણા લોકોએ પોતાની સાથે મીઠાઈ, ટી-શર્ટ અને શાહરૂખના મોટા પોસ્ટર પણ લીધા હતા. મોડી રાત્રે, અભિનેતા શાહરૂખ તેના મુંબઈના બંગલાની બાલ્કનીમાં દેખાયો અને તેના ચાહકો તરફ હાથ લહેરાવ્યો. આ પ્રસંગે SRKએ પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો.
અભિનેતા શાહરૂખનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, ભારતના 100થી વધુ શહેરો અને 25થી વધુ દેશોમાં શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. શાહરૂખની સૌથી મોટી ફેન ક્લબમાંની એક SRK યુનિવર્સ, ચેરિટીથી લઈને સેલિબ્રેશન સુધીની યોજનાઓ ધરાવે છે. આમાં આદિવાસી ગામમાં શાળાના બાળકોની આરોગ્ય તપાસ અને ભોજન વિતરણનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી શિયાળાને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવાનું પણ આયોજન છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2023 શાહરૂખ માટે ખૂબ જ ખાસ હતું. તેની બે ફિલ્મો પઠાણ અને જવાને બૉક્સ ઑફિસ પર હજારો કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બૉલિવુડમાં આ એક રેકોર્ડ છે. કિંગ ખાન તેની ઘણી ફિલ્મો માટે જાણીતો છે. જેમાં 'બાઝીગર', 'કભી હાં કભી ના', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ', 'કલ હો ના હો', 'વીર ઝરા' જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે.
ફિલ્મ પઠાણ અને જવાન બાદ હવે કિંગ ખાન રાજકુમાર હિરાણી નિર્દેશિત ડંકીમાં જોવા મળશે. જેમાં તે પહેલીવાર તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરશે.
On 58th birthday, SRK makes special midnight appearance, greets sea of fans with signature pose
— ANI Digital (@ani_digital) November 1, 2023
Read @ANI Story | https://t.co/7wPDIcpHA6#ShahRukhKhan𓀠 #SRK𓃵 #Dunki pic.twitter.com/loHbo1C0Th












Click it and Unblock the Notifications
