Satish Kaushik Death: હોળી પણ રમ્યા હતા સતીશ કૌશિક, આના કારણે થયુ મોત, છેલ્લે ડ્રાઈવરને કહી હતી આ વાત
અનુપમ ખેરે જણાવ્યુ કે સતીષ કૌશિક દિલ્લીમાં પોતાના એક દોસ્તના ઘરે હતા. ત્યારે તેમણે બેચેની હોવાની ફરિયાદ કરી હતી.

Satish Kaushik Death: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા સતીશ કૌશિકનુ આજે સવારે હાર્ટ એટેક આવવાથી 66 વર્ષની વયે નિધન થઈ ગયુ. તેઓ પોતાની પાછળ પત્ની અને દીકરીને વિલાપ કરતા મૂકી ગયા છે. અનુપમ ખેરે જણાવ્યુ કે સતીષ કૌશિક દિલ્લીમાં પોતાના એક દોસ્તના ઘરે હતા. ત્યારે તેમણે બેચેની હોવાની ફરિયાદ કરી હતી.

પરિવાર સાથે હોળી રમ્યા પરંતુ બપોરે તેમને અચાનક...
સતીશ કૌશિકે પોતે જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મ સ્ટાર્સ સાથેની મસ્તીની તસવીરો શેર કરી છે. 7 માર્ચે મુંબઈમાં જોરદાર હોળી રમ્યા પછી, સતીશ કૌશિક 8 માર્ચે તેમના પરિવારના સભ્યો સાથે હોળીની ઉજવણી કરવા દિલ્લી આવ્યા હતા. જ્યાં તેમણે દિવસ દરમિયાન તેમના પરિવાર સાથે હોળી પણ રમી હતી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગઈકાલે બપોરે તેમને અસ્વસ્થતાની સમસ્યા હતી, તે ખૂબ જ બેચેની અનુભવી રહ્યા હતા. જ્યારે તેમને છાતીમાં દુખાવો થતો હતો ત્યારે તે કારમાં હતા અને તેમણે જ ડ્રાઈવરને હૉસ્પિટલ લઈ જવા કહ્યુ હતુ.

મોડી રાતે લગભગ એક વાગે...
સ્થિતિ જોઈને તેના પરિવારના સભ્યો તે ને તુરંત દિલ્લીની ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને બચાવવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ ન થયા. જો કે, પરિવારના કોઈપણ સભ્ય દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. અનુપમ ખેરે પીટીઆઈ-ભાષાને જણાવ્યુ કે, 'બેચેની અનુભવાયા બાદ કૌશિકે ડ્રાઈવરને તેમને હૉસ્પિટલ લઈ જવા કહ્યુ. મોડી રાતે લગભગ એક વાગે તેમને(હૉસ્પિટલ જતી વખતે) રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો.' આ પહેલા અનુપમ ખેરે એક ટ્વિટમાં લખ્યુ હતુ કે તે સતીશ કૌશિકના આકસ્મિક નિધન વિશે સાંભળીને સ્તબ્ધ છે.

મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર
હાલમાં, સતીશ કૌશિકના મૃત્યુ પછી, હૉસ્પિટલના કર્મચારીઓએ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દીનદયાળ હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે, પોસ્ટમોર્ટમ પછી તેમના મૃતદેહને દિલ્લીથી મુંબઈ લાવવામાં આવશે અને માયાનગરીમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ મુજબ કૌશિકનો મૃતદેહ બપોરે 3 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી જશે. સતીશ કૌશિકના પરિવારમાં તેમની પત્ની અને 11 વર્ષની પુત્રી વંશિકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
