Video : બાંદ્રાની બજારમાં એટલી રખડતી જોવા મળી સારા અલી ખાન, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન તેની અજીબ હરકતો માટે જાણીતી છે. ક્યારેક તે રિક્ષામાં મુંબઈની ગલીઓમાં ફરતી જોવા મળે છે તો ક્યારેક બીચ પર લોકો વચ્ચે રખડતી જોવા છે. હવે તે બાંદ્રાની ગલીઓમાં એકલા શોપિંગ કરતી સ્પોટ થઈ છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન લોકો વચ્ચે બજારમાં ફરતી જોવા મળી રહી છે. સારા અલી ખાન બાંદ્રાના રસ્તાઓ પર કોઈ ગાર્ડ વગર એકલી ખરીદી કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં સારા અલી ખાન સાથે તેની એક ફ્રેન્ડ પણ શોપિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કપડા ખરીદવા માટે બાંદ્રાની સડકો પરની દુકાનોમાં જઈ રહી છે.
આ વીડિયોમાં સારા અલી ખાન સિમ્પલ અંદાજમાં જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ફેન્સના દિલ જીતી રહ્યો છે. અહીં સારા બ્લેક ટોપ અને યલો પ્રિન્ટેડ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, કોણ કહેશે કે આ નવાબના પરિવારમાંથી છે. બિન્દાસ પરિવારની ઈમેજથી ડર્યા વગર ગમે ત્યાં જાય છે. સારાની દાદી શર્મિલા ટાગોર ખૂબ જ સરસ વ્યક્તિ છે અને કદાચ તે તેના પર ગઈ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં જ તેની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કૌશલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે.
સારા અલી ખાન ટૂંક સમયમાં જ આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મ મેટ્રો ઇન દિનોમાં જોવા મળશે. જે આવતા વર્ષે 2024માં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે એ વતન મેરે વતન પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
