Sara Ali Khan Boyfriend : નવા બોયફ્રેન્ડ સાથે કેદારનાથ પહોંચી સારા અલી ખાન, જાણો કોણ છે પ્રતાપ બાજવા?
Sara Ali Khan Boyfriend : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ કાર્તિક આર્યન સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે હવે તે એક નવા વ્યક્તિ સાથે જોવા મળી છે.
હાલ સારા અલી ખાનનું નામ એક નવા વ્યક્તિ સાથે જોડાયુ છે. સારા અલી ખાન આ વ્યક્તિ સાથે કેદારનાથ દર્શને પહોંચી હતી. અહીંથી તેના ફોટોએ આ ચર્ચા છેડી છે.

સારા અલી ખાન દર વર્ષે કેદારનાથ જાય છે ત્યારે હાલમાં જ સારા અલી ખાને કેદારનાથ યાત્રાના તેના ફોટા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ તેની લવ લાઈફ ફરીથી ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં તેની સાથે કોંગ્રેસના યુવા નેતા અર્જુન પ્રતાપ બાજવા જોવા મળ્યા છે.
અહેવાલો અનુસાર, સારા અલી ખાન અર્જુન પ્રતાપ બાજવાને ડેટ કરી રહી છે. ફેન્સ હવે જાણવા માંગે છે કે અર્જુન પ્રતાપ બાજવા કોણ છે.
જણાવી દઈએ કે, અર્જુન પ્રતાપ બાજવા રાજનીતિના બેકગ્રાઉન્ડથી આવે છે. જો કે સારાએ હજુ સુધી તેના રિલેશનશિપ સ્ટેટસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેના ટ્રિપને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે.
સારાએ સોશિયલ મીડિયા પર પોતાની ટ્રિપની તસવીરો શેર કરી છે, જેમાં તે કેદારનાથના નયનરમ્ય નજારાનો આનંદ લેતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં અર્જુન જોવા મળવાને કારણે બંને રિલેશનશિપમાં હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
વાયરલ તસવીરોમાં સારા અલી ખાન અને અર્જુન એકબીજાની બાજુમાં ઉભા રહીને પૂજા કરતા જોવા મળે છે. જો કે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. અર્જુન સારાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે.
અર્જુન પ્રતાપ બાજવા પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ફતેહ જંગ સિંહ બાજવાના પુત્ર છે. ફતેહ જંગ સિંહ બાજવા પોતે એક અગ્રણી રાજકીય વ્યક્તિ છે અને સારા અલી ખાનનું નામ તેમના પુત્ર અર્જુન પ્રતાપ બાજવા સાથે જોડવામાં આવી રહ્યું છે. અર્જુન ટ્રાવેલર હોવા સાથે રાજકારણમાં આવતા પહેલા તેણે મોડેલિંગમાં પણ કારકિર્દી બનાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
