Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન સાથે હિમ્મતવાલા જોવા પહોંચ્યાં સંગીતા બિજલાણી

મુંબઈ, 30 માર્ચ : સલમાન ખાન અને તેમના સો કૉલ્ડ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ વચ્ચે વધતું અંતર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી માટે ફાયદાકારક નિવડી રહ્યું છે. થોડાંક દિવસ અગાઉ જાણવા મળ્યુ હતું કે સંગીતા બિજલાણી સલમાનની ફૅમિલી સાથે ફિલ્મ જોવા ગયા હતાં અને હવે વધુ એક વાર જાણવા મળે છે કે સંગીતા બિજલાણી સલમાન અને તેમના પરિવાર સાથે અજય દેવગણની ફિલ્મ હિમ્મતવાલા જોવા પહોંચ્યાં. અજય દેવગણે પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. સ્પેશિયલી સલમાન ખાન માટે.

sangeeta-bijlani-and-alvira-agnihotri

અજય દેવગણની હિમ્મતવાલા ફિલ્મને જોકે બૉક્સ ઑફિસે કંઈ ખાસ સફળતા નથી મળી રહી, પરંતુ તેમણે પોતાના મિત્ર સલમાન માટે પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજી કે જેથી સલમાન અને તેમના ઘરના સભ્યો અજયની ફિલ્મ જોઈ પોતાનો અભિપ્રાય જણાવી શકે, પરંતુ સલમાન સાથે ત્યાં સંગીતા બિજલાણીને જોઈ લોકો થોડાંક આશ્ચર્યમાં મુકાઈ ગયાં.

હિમ્મતવાલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા મોટા પહોંચેલા સલમાન ખાનના પરિવારજનોમાં તેમના પિતા સલીમ ખાન, બહેન અલવીરા અગ્નિહોત્રી, માતા હેલનનો સમાવેશ થતો હતો. સંગીતા બિજલાણી પણ આ લોકો સાથે હાજર હતાં. સંગીતા બિજલાણીએ સલમાનના બહેન સાથે બેસી આખી ફિલ્મ જોઈ. આ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જૅકી ભાગનાની તથા પ્રેમ ચોપરા પણ નજરે પડ્યાં.

નોંધનીય છે કે સંગીતા બિજલાણી એક વખતે સલમાનના ગર્લફ્રેન્ડ હતાં. પછી સંગીતા બિજલાણીએ પૂર્વ ક્રિકેટર મહોમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતાં. જોકે સંગીતા અને અઝહર હાલ જુદા-જુદા રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X