Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લવરાત્રિ ફિલ્મ અંગે સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે, સુપ્રીમકોર્ટ પહોંચ્યા

સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બની રહેલી બોલિવૂડ ફિલ્મ "લવરાત્રિ" અંગે સુપ્રીમકોર્ટ ઘ્વારા એક અગત્યનો નિર્ણય આપવામાં આવ્યો છે.

સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બની રહેલી બોલિવૂડ ફિલ્મ "લવરાત્રિ" અંગે સુપ્રીમકોર્ટ ઘ્વારા એક અગત્યનો નિર્ણય આપવામાં આવ્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું કે ફિલ્મ વિરુદ્ધ દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે. સલમાન ખાન ઘ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સીજીઆઈ દિપક મિશ્રા આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગયા. આપને જણાવી દઈએ કે ફિલ્મ અંગે સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. તેમના વિરુદ્ધ દેશમાં અલગ અલગ જગ્યાઓ પર કેસ પણ નોંધાવવામાં આવ્યા છે, જેથી સલમાન ખાન આખરે સુપ્રીમકોર્ટ પહોંચ્યા છે.

salman khan

ફિલ્મ સેન્સર બોર્ડ ઘ્વારા સ્વીકૃતિ મળ્યાનું ધ્યાનમાં રાખીને કોર્ટ ઘ્વારા આ મામલે આદેશ આપવામાં આવ્યો છે કે ફિલ્મના નામ અને તેની સામગ્રીના સંબંધમાં તેમની સામે કોઈ પણ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ સલમાન અને તેમની સાથે આ ફિલ્મ જોડાયેલા લોકો સામે એફઆઈઆર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જયારે સલમાન ખાન ઘ્વારા સુપ્રીમકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમને લવરાત્રિ ફિલ્મ અંગે ધમકીઓ મળી રહી છે.

આ પણ વાંચો: સલમાનના પ્રેમ અને ખતરનાક ગુસ્સાના 9 જાણીતા કિસ્સા

સલમાન ખાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મના નામને કારણે હિન્દુઓની ભાવના દુભાઈ રહી છે. આ ફિલ્મના નામને કારણે ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમને કહેવું છે કે ફિલ્મનું નામ નવરાત્રી સાથે મળતું આવે છે, જે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવે છે. સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ બિહાર અને ગુજરાતમાં ઘણા કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ, ભારત પહેલા બની ચૂક્યો છે લાંબો રેકોર્ડ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X