સલમાન ખાનની ફિલ્મ ‘ભારત'થી ખુલ્યા 4 ખેડૂતોના નસીબ, બન્યા લાખોપતિ

સલમાન-કેટરીના કૈફની મેગા બજેટ ફિલ્મ માટે મોટો સેટ લગાવવામાં આવ્યો છે જેણે ત્યાંના અમુક ખેડૂતોને લાખોપતિ બનાવી દીધા છે.

અભિનેતા સલમાન ખાનની ચેરિટી વિશે તો દરેક જાણે છે. કેવી રીતે તે બીઈંગ હ્યુમન દ્વારા અલગ અલગ ચેરિટી ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરે છે અને જરૂરિયાતમંદોની મદદ કરે છે પરંતુ હાલમાં જ તેમના માત્ર શૂટિંગ કરવાથી લોકોને ફાયદો થયો છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ ભારતની શૂટિંગ હાલમાં પંજાબના લુધિયાણમાં ચાલી રહી છે. અહીં સલમાન-કેટરીના કૈફની મેગા બજેટ ફિલ્મ માટે મોટો સેટ લગાવવામાં આવ્યો છે જેણે ત્યાંના અમુક ખેડૂતોને લાખોપતિ બનાવી દીધા છે.

ફિલ્મના શૂટિંગ માટે ભાડે લેવામાં આવી જમીન

ફિલ્મના શૂટિંગ માટે ભાડે લેવામાં આવી જમીન

લુધિયાણામાં ‘ભારત' ફિલ્મ માટે વાઘા બોર્ડરનો સેટ બનાવવામાં આવ્યો છે. આમ તો વાઘા બોર્ડર પંજાબના જ અમૃતસરમાં છે પરંતુ ત્યાં સુરક્ષા કારણોસર શૂટિંગની મંજૂરી નથી. એટલા માટે ફિલ્મના મેકર્સને લુધિયાણામાં વાઘા બોર્ડરનો સેટ લગાવવો પડ્યો. સેટ લગાવવા માટે મેકર્સે 4 ખેડૂતોની 19 એકર જમીન ભાડા પર લીધી છે. દરેક એકરના હિસાબે ખેડૂતોને 80,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ રીતે ચારે ખેડૂતોને 15 લાખ 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.

લાખોપતિ થયા ગામના ચાર ખેડૂત

લાખોપતિ થયા ગામના ચાર ખેડૂત

બધી ખેડૂતો આટલી રકમ મેળવીને ઘણા ખુશ છે. જ્યાં એક તરફ આ ખેડૂતો ખુશ છે ત્યાં અમુક ખેડૂતો એવા પણ છે જે સલમાન ખાન અને મેકર્સથી ખુશ નથી. કહેવામાં આવી રહ્યુ છે કે જે ખેડૂતોના ખેતરો આ 19 એકર જમીન સાથે જોડાયેલા છે તેમને ફિલ્મના સેટના કારણે પોતાના ખેતરોમાં જવામાં તકલીફ પડી રહી છે. જ્યાં ખેડૂતો અંગે આ સમાચાર આવી રહ્યા છે ત્યાં ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરે આનો ઈનકાર કર્યો છે.

ફિલ્મમાં કેટરીનાએ કરી પ્રિયંકાને રિપ્લેસ

ફિલ્મમાં કેટરીનાએ કરી પ્રિયંકાને રિપ્લેસ

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર જફરે કહ્યુ કે, ‘આવુ કંઈ થયુ નથી. આ બધી અફવાઓ છે. અમે અહીં શાંતિપૂર્વક શૂટિંગ કરી રહ્યા છે. આ શહેર અને અહીંના લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે અને બધા ખુશ છે.' તમને જણાવી દઈએ કે ‘ભારત' ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. કેટરીનાથી પહેલા પ્રિયંકા ચોપડા ફિલ્મની લીડ એક્ટ્રેસ હતી પરંતુ છેલ્લી ઘડીએ તેણે ફિલ્મમાંથી પોતાનું નામ પાછુ લઈ લીધુ. પ્રિયંકાના ફિલ્મથી બહાર નીકળી જવા પર ઘણો વિવાદ પણ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X