What? લૂલિયા આઉટ, Zhu Zhu ઇન...
સલમાન ખાને પોતાની ફિલ્મ ટ્યૂબલાઇટની કો-સ્ટાર જ્હૂ જ્હૂને એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે. શૂટિંગ પૂરી થયા બાદ પણ તે સતત જ્હૂ જ્હૂના સંપર્કમાં છે.
સલમાન ખાન ની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટમાં એક ચીની એક્ટ્રેસ જ્હૂ જ્હૂ પણ જોવા મળશે. આ એક્ટ્રેસે સલમાનની ફિલ્મ માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ લીધી છે. સલમાને ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્હૂ જ્હૂનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. હવે તેમણે તેને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે. એક બાજુ સલમાન અને લૂલિયા વચ્ચે ઝગડો થયો હોવાની ખબરો આવી રહી છે, એ ખબરો શાંત પડતાં પહેલાં જ હવે આ ખબર આવી છે.

જ્હૂ જ્હૂને મળ્યું સ્પેશિયલ ગિફ્ટ
ઉપલબ્ધ જાણકારી અનુસાર ટ્યૂબલાઇટ ફિલ્મનું શૂટિંગ હવે પૂર્ણ થઇ ગયું છે. જે પછી સલમાને પોતાની આ વિદેશી કો-સ્ટારને એક સુંદર Puppy ગિફ્ટ આપ્યું છે. શૂટિંગ પૂરું થયા બાદ પણ સલમાન સતત જ્હૂ જ્હૂના સંપર્કમાં છે. આ પહેલી વાર નથી જ્યારે સલમાને કોઇને ગિફ્ટ આપી હોય, પરંતુ સલમાન જ્યારે કોઇક એક્ટ્રેસને ગિફ્ટ આપે ત્યારે વાત ખાસ બની જાય છે. સલમાને થોડા સમય પહેલાં લૂલિયાને એક પોની(ઘોડાનું બચ્ચું) ભેટ આપ્યું હતું.

ફિલ્મની જાન છે જ્હૂ જ્હૂ
કબીર ખાનની ફિલ્મ ટ્યૂબલાઇટમાં સલમાન સાથે એક ચીની એક્ટ્રેસનો પણ રોલ છે. આ રોલમાં જોવા મળશે Zhu Zhu. કબીર ખાને આ એક્ટ્રેસના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, તે આ ફિલ્મની જાન છે. ફિલ્મમાં ડેપ્થ લાવવામાં તે સફળ રહી છે.

શાનદાર એક્ટ્રેસ
કબીર ખાને આગળ કહ્યું કે, તે ખરેખર એક શાનદાર એક્ટ્રેસ છે. મને તેની સાથે કામ કરવાની ખૂબ મજા પડી. લોકો તેના કેરેક્ટર સાથે કનેક્ટ કરી શકશે. અમે સૌ તેના આ બોલિવૂડ ડેબ્યૂ અંગે ખૂબ ઉત્સાહિત છે.

સલમાન અને Zhu Zhu
ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાને એક સારા કો-સ્ટારની માફક જ્હૂ જ્હૂનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. બંન્નેને સેટ પર સાથે રિલેક્સ થતાં પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. જ્હૂ જ્હૂ આ ફિલ્મના પ્રમોશન માટે ભારત આવવાની હોવાનું કહેવાય છે. તે પહેલાં એક ઇટાલિયન બિઝનેસ મેનને ડેટ કરી રહી હતી, જો કે હાલ તે સિંગલ છે.

આંતરરાષ્ટ્રીય સ્ટાર છે જ્હૂ જ્હૂ
જ્હૂ જ્હૂ સુપરહિટ ચીની એક્ટ્રેસ છે. તે સિંગર પણ છે. Zhu Zhu એક જાણીતો ઇન્ટરનેશનલ ફેસ છે અને આ કારણે જ કબીર ખાન તથા સલમાન ખાન તેના બોલિવૂડ ડેબ્યૂને લઇને ખૂબ ઉત્સાહિત છે. તેણે એમટીવી દ્વારા VJ તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

ફિલ્મોમાં એન્ટ્રી
VJ તરીકે સફળતા મેળવ્યા બાદ તેને ફિલ્મોની અનેક ઓફર મળી. તેણે What Women Want, Shanghai Calling, Last Flight જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને બોલિવૂડ ફિલ્મ ટ્યૂબલાઇટ પાસે ઘણી આશા છે.

વધુ વાંચો
લુલિયાની એક પછી એક વધતી ડિમાન્ડથી સલમાન ખાન એટલા હેરાન-પરેશાન થઇ ગયા કે આખરે ગુસ્સા પરનું નિયંત્રણ ખોઇ બેઠા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
