Salman Khan Firing Case: આરોપી અનુજ થાપનના પોસ્ટ મૉર્ટમ રિપોર્ટનુ સામે આવ્યુ સત્ય, પરિવારે CBI તપાસની કરી માંગ
Salman Khan Firing Case: બૉલિવુડ એક્ટર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. 14 એપ્રિલ, 2024ના રોજ સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ બાદ લોકો અભિનેતાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. જો કે પોલીસે તત્પરતા દાખવતા આ કેસમાં આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી હતી.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના આરોપી અનુજ થાપનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે તેનું મોત ફાંસીને કારણે થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના ગળા પર ઈજાના નિશાન અને ગૂંગળામણના નિશાન હતા.

જોકે, બાદમાં આરોપી અનુજ થાપનના સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે પોલીસ કસ્ટડીમાં તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. અનુજ થાપનનો પરિવાર આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 26 એપ્રિલ, 2024ના રોજ પંજાબમાંથી તેના સહયોગી સોનુ બિશ્નોઈની સાથે ધરપકડ કરાયેલા અનુજ થાપન પર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા શૂટર્સને હથિયાર આપવાનો આરોપ હતો. અનુજ 32 વર્ષનો હતો. 1 મે, 2024ના રોજ, અનુજ ક્રૉફર્ડ માર્કેટમાં ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે કથિત રીતે લોકઅપના વોશરૂમમાં બેડશીટ સાથે ફાંસી લગાવી લીધી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું- 2 મે 2024ની સાંજે અનુજ થાપનનું પોસ્ટમોર્ટમ ભાયખલાની સરકારી જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગરદન પર ઈજાના નિશાન અને ગૂંગળામણના નિશાન છે, જે પુષ્ટિ કરે છે કે તેનું મૃત્યુ ફાંસીથી થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગની ઘટનાના સંબંધમાં અનુજ થપન, સોનુ બિશ્નોઈ, શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને વોન્ટેડ આરોપી દર્શાવવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરોએ પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. અનુજ થાપનના વિસેરા અને અન્ય નમૂનાઓ ફોરેન્સિક અને રાસાયણિક વિશ્લેષણ માટે અનામત રાખવામાં આવ્યા છે, જ્યારે અંગો હિસ્ટોપેથોલોજી માટે અનામત રાખવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોકઅપના સીસીટીવી ફૂટેજમાં ઔજ થાપન એકલો ટોયલેટ જતો જોવા મળ્યો હતો. આ કિસ્સામાં તે આત્મહત્યા છે.
આ દરમિયાન, અનુજ થાપનના દાદા જશવંત સિંહ, બે સંબંધીઓ અને એક વકીલ સાથે પંજાબથી મુંબઈ પહોંચી ગયા છે. તેઓએ અંતિમ સંસ્કાર કરવા માટે અનુજના મૃતદેહનો દાવો કરવાનો ઇનકાર કર્યો હતો અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જશવંત સિંહે કહ્યું- અમને મૃતદેહનો ક્લેમ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારી વિનંતી પર, જ્યારે હોસ્પિટલ સ્ટાફે અમને તેનો ચહેરો બતાવ્યો, ત્યારે અમને ગરદન પર ઈજાના નિશાન મળ્યા. આ નિશાનો જોતા અમને ખાતરી છે કે ત્રાસ આપ્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે.
અનુજના દાદાએ આગળ કહ્યું- જ્યાં સુધી સીબીઆઈ તપાસની માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે આ મૃતદેહ સ્વીકારીશું નહીં. જો માંગણી સ્વીકારવામાં આવશે તો આવતીકાલ સુધીમાં લાશનો દાવો કરીશું. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ અને મોતમાં સામેલ પોલીસ કર્મચારીઓને સજા થવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
