'આ મહિલાઓ સાથે...', સલમાન ખાન પર ભડકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી, કહ્યુ - 'આની પૂજા બંધ કરો પ્લીઝ'
ફેન્સના ફેવરિટ અને બૉલિવુડના ભાઈજાન સલમાન ખાન વિશે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
મુંબઈઃ ફેન્સના ફેવરિટ અને બૉલિવુડના ભાઈજાન સલમાન ખાન વિશે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ બૉલીવુડ અભિનેત્રી સોમી અલીએ તેના પૂર્વ બૉયફ્રેન્ડ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સલમાન ખાન પર પોતાનો ગુસ્સો કાઢતા અભિનેત્રીએ અભિનેતાની સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ની તસવીર શેર કરી છે. આ સાથે અભિનેત્રીએ તેના પર એવા ગંભીર આરોપ લગાવ્યા છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

બહુ નહોતો ચાલ્યો અફેર
તમને જણાવી દઈએ કે સોમી અલીના કારણે સલમાન ખાને સંગીતા બિજલાની સાથે છેતરપિંડી કરી હતી. જો કે, સોમી અને સલમાનનુ અફેર લાંબુ ચાલ્યુ ન હતુ અને સોમીના બ્રેકઅપ બાદ સોમી વિદેશ જતી રહી હતી.

સલમાન પર કાઢી ભડાશ
પોસ્ટ શેર કરતી વખતે સોમીએ સલમાન ખાન સામે ગુસ્સો ઠાલવ્યો છે. અભિનેત્રીએ સલમાન અને ભાગ્યશ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયાની એક તસવીર શેર કરી છે. આ સાથે તેણે સલમાન પર આરોપ લગાવ્યો અને તેને મહિલાઓને મારનાર કહ્યો.

મહિલાઓને પીટનાર
અભિનેત્રીએ સલમાનને મારનાર ગણાવ્યો અને કહ્યુ કે માત્ર હું જ નહિ ઘણા બધા. મહેરબાની કરીને તેની પૂજા કરવાનુ બંધ કરો. તે બીજા લોકોને તકલીફ પહોંચાડનાર એક બીમાર વ્યક્તિ છે, જેના વિશે તમને કોઈ આઈડિયા નથી.

ફિલ્મનુ પોસ્ટર કર્યુ શેર
સોમીએ સલમાન ખાનની ફિલ્મનુ પોસ્ટર શેર કર્યુ અને કેપ્શન તો લખ્યુ પરંતુ ન તો અભિનેતાને ટેગ કર્યો અને ન તો તેનુ નામ લીધુ. આ પહેલા પણ સોમી સલમાન ખાનને ધમકી આપી ચૂકી છે.

પહેલા પણ લગાવી ચૂકી છે આરોપ
આ પહેલીવાર નથી જ્યારે સોમીએ સલમાન વિરુદ્ધ કંઈક કહ્યુ હોય. આ પહેલા પણ સોમીએ સલમાન પર કેટલાક સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. એટલુ જ નહિ તેણે તેમાં ઐશ્વર્યા રાયનુ નામ પણ લીધુ હતુ. સલમાન પર ઈનડાયરેક્ટલી ઈશારો કરીને સોમીએ હૉલીવુડ અભિનેતા હાર્વે વેઈનસ્ટીનનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર અનેક મહિલાઓ સાથે મારપીટ કરવાનો અને ધમકી આપવાનો આરોપ હતો.

'સલમાન તારો પર્દાફાશ થશે'
સોમીએ કહ્યુ હતુ કે બૉલિવુડના હાર્વે વીનસ્ટીન, એક દિવસ તુ પણ ખુલ્લો પડી જઈશ. તે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે તેઓ એક દિવસ બહાર આવશે અને તેમનુ સત્ય કહેશે. જેમ ઐશ્વર્યા રાય બચ્ચને કર્યુ હતુ.

એક્ટર સાથે હવે નથી કોઈ સંપર્ક
તમને જાણીને નવાઈ લાગશે કે સોમીએ જૂના ઈન્ટરવ્યુમાં પણ ઘણી વખત સલમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે કહે છે કે હવે તેનો અભિનેતા સાથે કોઈ સંપર્ક નથી અને તેનાથી દૂર રહેવુ એ જ તેના માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
