Must See : દબંગ જ નહીં, Controversy King પણ છે સલમાન ખાન!

મુંબઈ, 12 સપ્ટેમ્બર : આગામી 21મી સપ્ટેમ્બરથી કલર્સ ચૅનલ પર સલમાન ખાન હોસ્ટેડ બિગ બૉસ 8 શરૂ થવા જઈ રહ્યો છે અને સલમાનના ફૅન્સ તેનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા છે, પરંતુ તે પહેલા જ સલમાન ખાન કાનૂની સાણસામાં ફસાયા છે. તમામ મુકદમાઓ વચ્ચે વધુ એક મુકદમો સલમાન વિરુદ્ધ નોંધાયો છે. સલમાન સામે આ વખતે ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકાયો છે અને તે પણ મુસ્લિમ સમુદાય તરફથી.

પોલીસના જણાવ્યા મુજબ સલમાન વિરુદ્ધ આ કેસ મહોમ્મદ અસીમ મહોમ્મદ આરિફની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો છે. આરિફે ફરિયાદમાં જણાવ્યુ છે કે સલમાનના એનજીઓ બીઇંગ હ્યૂમન દ્વારા તાજેતરમાં મુંબઈમાં એક ફૅશન શોનું આયોજન કરાયુ હતું કે જેમાં એક મૉડેલે રૅમ્પ પર એક ટી-શર્ટ પહેરેલી હતી. તે ટી-શર્ટમાં અરબી ભાષામાં કેટલાક શબ્દો લખેલા હતા કે જેનાથી મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ દુભાય છે.

જોકે આ પહેલો મોકો નથી કે જ્યારે સલમાન સામે કેસ નોંધાયો છે. તેમની વિરુદ્ધ હિટ એન્ડ રન, કાળિયર શિકાર જેવા ગંભીર કેસો પણ ચાલી રહ્યા છે. આરિફની ફરિયાદ ઉપર જે કેસ સલમાન વિરુદ્ધ નોંધાયો છે, તે અંગે સલમાન તરફથી કોઈ પ્રત્યાઘાત સાંપડ્યા નથી.

ચાલો હાલ તો આપને બતાવીએ સલમાન ખાન સાથે જોડાયેલ Controversies :

વિવેક સાથે ઝગડો

વિવેક સાથે ઝગડો

વિવેક ઓબેરૉયે 2003માં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે ઐશ્વર્યા રાયના મુદ્દે સલમાન ખાને તેમને ફોન કરી હત્યાની ધમકી આપી.

પ્રિયંકા સાથે ઝગડો

પ્રિયંકા સાથે ઝગડો

કહે છે કે પ્રિયંકા ચોપરાએ 2009માં મૈં ઓર મિસિસ ખન્નામાં કૅમિયો રોલ કરવાની સલમાનની ઑફર ઠુકરાવતા સલમાન-પ્રિયંકા વચ્ચે ઝગડો થયો હતો.

સલમાન-સપના

સલમાન-સપના

સેલિબ્રિટી હૅર સ્ટાઇલિસ્ટ સપના ભાવનાણી બિગ બૉસ 6 દરમિયાન સલમાનને એક વુમૅન બીટર ગણાવી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

26/11 પર કૉમેંટ

26/11 પર કૉમેંટ

સલમાને એક પાકિસ્તાની ચૅનલને આપેલા ઇંટર્વ્યૂમાં જણાવ્યુ હતું - 26/11ના આતંકવાદી હુમલાને વધુ પડતી હાઈપ અપાઈ અને તેથી સંભ્રાંત લોકોને નિશાન બનાવવામાં આવ્યાં.

સલમાન-જ્હૉન ફાઇટ

સલમાન-જ્હૉન ફાઇટ

આ બાબત સ્પષ્ટ છે કે સલમાન ખાન અને જ્હૉન અબ્રાહમ વચ્ચે બધુ સારૂ નથી. રૉકસ્ટાર કૉન્સર્ટમાંથી પરત ફરતી વખતે બંને વચ્ચે વિવાદ થયો હતો.

પત્રકારો સાથે ઝગડો

પત્રકારો સાથે ઝગડો

સલમાનનો પારો બહુ જલ્દી ચઢી જાય છે અને તેઓ ઘણી વખત પત્રકારો સાથે બાઝી પડે છે. થોડાક માસ અગાઉ જ સલમાન ખાન ફોટોગ્રાફરો સાથે પણ ઉલઝી પડ્યા હતાં.

સલમાન-હૃતિક

સલમાન-હૃતિક

હૃતિક રોશનની ફિલ્મ ગુઝારિશ અંગે વાંધાજનક કૉમેંટ કરી સલમાને વિવાદ ઊભો કર્યો હતો.

સલમાન-હિમેશ

સલમાન-હિમેશ

સલમાન ખાનના હિમેશ રેશમિયા સાથે મતભેદ ઉપસ્યા હતાં. હિમેશના કૅરિયરની સફળતામાં સલમાનનો મોટો હાથ છે. આમ છતાં બંને વચ્ચે વિવાદ થયો અને લાંબા સમય સુધી બંનેના રસ્તા જુદા જ રહ્યાં.

સલમાન-બંટી

સલમાન-બંટી

સલમાને બંટી વાલિયા સાથે પણ વિવાદ કર્યો હતો. જોકે સંજય દત્તના બિઝનેસ મૅનેજર અને ખાસ મિત્ર ધરમ ઓબેરૉયે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો.

સલમાન-એસએલબી

સલમાન-એસએલબી

સલમાન ખાને સંજય લીલા ભાનુશાળી અને તેમની ફિલ્મ ગુઝારિશ અંગે મજાક કરી હતી. એક નાની છોકરીએ સલમાનને ગુઝારિશ અંગે પૂછ્યું કે હાઉ ટુ મેક ઇટ બિગ ઇન શોબિઝ? સલમાને જવાબ આપ્યો - જાકે ઉસકો મિલો. વો તુમ્હારે પે પિક્ચર બના દેગા, ખુદ ખૂબ કમાયેગા, લેકિન તુમકો કુછ નહીં દેગા.

સલમાન-એસએલબી

સલમાન-એસએલબી

જ્યારે ઑડિયંસમાંથી કોઇકે ગુઝારિશ અંગે સલમાનનો અભિપ્રાય પૂછ્યો, તો સલમાને જવાબ આપ્યો - અરે, ઉસમે તો મક્ખી ઉડ રહી થી, લેકિન કોઈ મચ્છર ભી નહીં ગયા દેખને. અરે, કોઈ કુત્તા ભી નહીં ગયા.

સલમાન-એસએલબી

સલમાન-એસએલબી

જ્યારે ઑડિયંસમાંથી કોઇકે ગુઝારિશ અંગે સલમાનનો અભિપ્રાય પૂછ્યો, તો સલમાને જવાબ આપ્યો - અરે, ઉસમે તો મક્ખી ઉડ રહી થી, લેકિન કોઈ મચ્છર ભી નહીં ગયા દેખને. અરે, કોઈ કુત્તા ભી નહીં ગયા.

હિટ એન્ડ રન

હિટ એન્ડ રન

2002માં સલમાન ખાન સામે દારૂ પીને કાર ચલાવી પાંચ લોકોને કચડી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો.

સલમાન-ઐશ

સલમાન-ઐશ

સલમાન-ઐશ્વર્યા રાય વચ્ચે 1999માં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન રોમાંસ શરૂ થયો અને 2002માં બ્રેક-અપ થઈ ગયું. ઐશે આરોપ લગાવ્યો કે સલમાને તેની ઉપર અત્યાચાર કર્યો.

કાળિયાર શિકાર

કાળિયાર શિકાર

હમ સાથ સાથ હૈં ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને સાથી કલાકારો સામે રાજસ્થાનમાં સુમરાસર તથા ભિરંડિયારા ગામોમાં કાળિયારના શિકારનો આરોપ મૂકવામાં આવ્યો.

સુપ્રીમમાંથી રાહત

સુપ્રીમમાંથી રાહત

સલમાન ખાનને કાળિયાર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી.

હિટ એન્ડ રન કેસ

હિટ એન્ડ રન કેસ

સલમાને હિટ એન્ડ રન કેસમાં 17 દિવસની જેલ થઈ હતી.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

કહે છે કે સલમાન અને કૅટરીના કૈફ મુંબઈમાં બાંદ્રા ખાતેના એક કૅફેમાં કૉફી પીવા ગયા હતાં. તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સલમાને કૅટને તમાચો મારી દીધો. જોકે કૅટે આવો કોઈ બનાવ બન્યાનો ઇનકાર કર્યો હતો.

સલમાન-સુભાષ

સલમાન-સુભાષ

સલમાન-સુભાષ વચ્ચે વિવાદ શરૂ થયો સલમાનની ડેબ્યુ ફિલ્મ મૈંને પ્યાર કિયાથી. સુભાષ ઘઈએ મૈંને પ્યાર કિયા ફિલ્મ તથા સલમાન અંગે ખરાબ ટિપ્પણી કરી. જોકે પાછળથી સલમાન-સુભાષ વચ્ચે પૅચ-અપ થઈ ગયુ હતું.

સલમાન-માછીમાર

સલમાન-માછીમાર

એક માછીમારે સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુશ્કેલી ત્યારે શરૂ થઈ કે જ્યારે સલમાને બાંદ્રા ખાતે મોટાપાયે પ્રોપર્ટી ખરીદી અને સલમાનના બૉડીગાર્ડે દરિયા કાંઠાના માછીમારોને કહ્યું કે તેમની માછલી પકડવાની જાળો સલમાનના બંગલેથી દરિયાને જોવામાં વિઘ્ન નાંખે છે.

Click Link

Click Link

ટૉપ 10 ફ્લૉપ ટીવી શો જાણવા ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X