સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ, 'Saiyaara' હવે OTT પર થઈ રિલીઝ, ઘરે આરામથી જોઈ શકો છો ફિલ્મ
Saiyaara OTT Release: આખરે ઇન્તઝાર થયો ખતમ જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વર્ષની બ્લોક બસ્ટર લવ સ્ટોરી એટલે કે અહાન પાંડે અને અનિત પડ્ડાની 'સૈયારા' સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યાં પછી હવે OTT પર ધૂમ મચાવવા આવી ગઈ છે. આ ફિલ્મને OTT પર રીલીઝ કરી દેવાઈ છે. તો જો તમે પણ હજુ આ ફિલ્મ ના જોઈ હોય કે જોઈ હોય અને ફરી જોવા માંગતા હોવ તો આ વિકેન્ડને રોમેન્ટિક બનાવવા માટે જાણી લો કે ક્યાં અને કયા OTT પ્લેટફોર્મ પર તમે સૈયારા જોઈ શકશો.

ડિરેક્ટર મોહિત સૂરીની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'Saiyaara' યંગસ્ટરને સૌથી વધુ પસંદ પડેલી અને લોકપ્રિય બનેલી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે નવોદિત કલાકારો અહાન પાંડે અને અનિત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધા. 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે યંગસ્ટરમાં એક અલગ જ ક્રેઝ ઊભો કર્યો હતો. અને આ ફિલ્મે થિયેટરમાં રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી હતી. યંગસ્ટરની લાગણીને રજૂ કરતી આ ફિલ્મના સોંગ્સ અને સીન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
'Saiyaara' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી હતી. વિશ્વભરમાં 'સૈયારા' એ 500 કરોડથી વધુ કમાણી કરી હતી. ભારતમાં પણ તેનું કલેક્શન ઘણી બીજી મોટા બજેટની ફિલ્મો કરતાં વધારે થયું હતું. તેણે ફક્ત ભારતમાં જ લગભગ 330 કરોડની કમાણી કરી હતી.
'સૈયારા' OTT રીલીઝ
દર્શકો 'સૈયારા' ફિલ્મ OTT પર આવે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. જે આખરે સમાપ્ત થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે તેને ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવ્યું છે. 'Saiyaara' આજે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી અથવા ફરીથી જોવા માંગતા હો તો તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
