Saif Ali Khan Birthday: સૈફની કુલ સંપત્તિ જાણીને પરસેવો છૂટી જશે, દેશના પૉશ વિસ્તારોમાં છે ઘણા બંગલા

આજે સૈફ અલી ખાનના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની શાહી જીવનશૈલી અને નેટવર્થ વિશે જણાવીએ.

મુંબઈઃ બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના નવાબ કહેવાતા એક્ટર સૈફ અલી ખાન પોતાની ફની એક્ટિંગ માટે જાણીતા છે. 16 ઓગસ્ટ, 1970ના રોજ દિલ્લીમાં જન્મેલા સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ છે. 51 વર્ષીય સૈફ માત્ર એક્ટિંગના નવાબ નથી પરંતુ તેમની પાસે કરોડોની સંપત્તિ પણ છે. સૈફ અલી ખાન મોટાભાગનો સમય વિદેશમાં તેની પત્ની કરીના કપૂર અને બંને પુત્રો તૈમુર અને જેહ સાથે વિતાવતો જોવા મળે છે. સૈફ અલી ખાન ખૂબ જ રૉયલ લાઈફ જીવે છે અને તેની લાઈફસ્ટાઈલ પણ એકદમ ક્લાસી છે. નવાબ પરિવારના સૈફ અલી ખાનની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'પરંપરા'થી થઈ હતી. તેણે પોતાની ફિલ્મી સફરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. જો કે, સૈફનુ અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યુ છે. આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની શાહી જીવનશૈલી અને નેટવર્થ વિશે જણાવીએ.

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે સૈફનો આખો પરિવાર

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે સૈફનો આખો પરિવાર

સૈફ અલી ખાનના પરિવારમાં લગભગ દરેક જણ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે પરંતુ છોટે નવાબના નામથી પ્રખ્યાત સૈફ અલી ખાન પોતાનામાં કોઈ રાજા મહારાજાથી ઓછા નથી. સૈફ અલી ખાને એકવાર ધ કપિલ શર્મા શોમાં કહ્યુ હતુ કે તે દરેક કામ કરે છે જે સામાન્ય માણસ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં સૈફ ખૂબ જ અમીર છે. સૈફ અલી ખાન પાસે પટૌડી પેલેસ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ પેલેસ સિવાય તેની પાસે ઘણા મહેલ જેવા બંગલા પણ છે.

150 મિલિયન ડોલર સંપત્તિના માલિક

150 મિલિયન ડોલર સંપત્તિના માલિક

બૉલિવુડના સૌથી અમીર સ્ટાર્સની યાદીમાં સૈફ અલી ખાનનુ નામ ટૉપ પર આવે છે. caknowledge.comના રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન લગભગ 1120 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ $150 મિલિયન છે. સૈફ અલી ખાન એક મહિનામાં 3 કરોડથી વધુની કમાણી કરે છે. તેની વાર્ષિક આવક લગભગ 30 કરોડ છે. સૈફ સૌથી વધુ ફી લેનારા કલાકારોમાંનો એક છે.

મુંબઈમાં છે ઘણા આલીશાન ઘર

મુંબઈમાં છે ઘણા આલીશાન ઘર

સૈફ અલી ખાનનો પૈતૃક મહેલ હરિયાણાના પટૌડીમાં આવેલો છે. આ આલીશાન મહેલની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. આ મહેલમાં રાજાશાહીનો સંપૂર્ણ નઝારો જોઈ શકાય છે. જો કે સૈફ તેના મહેલમાં નથી રહેતો પરંતુ મુંબઈમાં એક લક્ઝરી અપાર્ટમેન્ટમાં રહે છે. તે પત્ની કરીના અને તેમના બાળકો સાથે મુંબઈમાં ગ્રાન્ડ રેસિડેન્સી હોટલ પાસે ટર્નર રોડ પર સ્થિત એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે.

દેશના ટૉપ 10 પૉશ લોકેશનમાં પ્રોપર્ટી

દેશના ટૉપ 10 પૉશ લોકેશનમાં પ્રોપર્ટી

સૈફ અલી ખાનના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. સૈફ અલી ખાનની પ્રોપર્ટી દેશના ટૉપ 10 પૉશ લોકેશનમાં પણ છે. તેની પાસે બાંદ્રામાં કરોડોની કિંમતનુ ઘર છે. કરીના સાથે લગ્ન પહેલા સૈફ ત્યાં રહેતો હતો. સૈફ પાસે વધુ બે બંગલા છે, જેને ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સૈફ અલી ખાનનુ કાર કલેક્શન

સૈફ અલી ખાનનુ કાર કલેક્શન

છોટે નવાબને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેમની પાસે Audi, BMW 7 સિરીઝ, Lexus 470, Mustang, Range Rover અને Land Cruiser જેવા વાહનો છે. તેના કાર કલેક્શનમાં સામેલ દરેક વાહનની કિંમત 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની છે. તે આ ગાડીઓમાં જ ફરતો જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X