'ચલને ઈન્ટીમેટ સીન કરીએ', Sacred Gamesમાં બોલ્ડ સીન માટે નવાઝુદ્દીનને આ રીતે તૈયાર કરતી હતી કુબ્રા સૈત
Kubbra Sait: વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં અભિનેત્રી કુબ્રા સૈતે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બોલ્ડ સીન અંગે મોટો ખુલાસો કર્યો છે. બંનેએ આ સીરિઝમાં ઘણા બોલ્ડ સીન કર્યા છે. કુબ્રા સૈતાનુ કહેવા મુજબ નવાઝુદ્દીન સિદ્દીકી આ સીન્સ કરવા માટે ખૂબ જ નર્વસ હતા. કુબ્રાએ જણાવ્યુ કે તેણે નવાઝને આ માટે કેવી રીતે તૈયાર કર્યો.
તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકી અને કુબ્રા સૈત ઉપરાંત સૈફ અલી ખાન પણ વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'માં જોવા મળ્યો હતો. બૉલિવુડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યુ કે કેવી રીતે તેણે નવાઝુદ્દીન સિદ્દીકીની આ બોલ્ડ સીન્સ કરવાની અનિચ્છા પર કાબૂ મેળવ્યો.

અભિનેત્રી કુબ્રા સૈત નવાઝને કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે ઘણી કોશિશ કરતી હતી. આ માટે તેણે નવાઝને ઘણી વખત ગાલ પર કિસ કરી છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ નવાઝુદ્દીન સિદ્દીકી ખૂબ શરમાળ હતો. અભિનેત્રીએ સેક્રેડ ગેમ્સમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના એક સીન વિશે વાત કરી હતી જેના માટે તેમણે ઘણા ટેક લેવા પડ્યા હતા.
આ વિશે વાત કરતા કુબ્રા સૈતે કહ્યું, 'તે સીન પહેલા દિવસે શૂટ કરવામાં આવ્યો હતો. આ પહેલા દિવસનો છેલ્લો સીન હતો. મારે બસ જઈને સીન પૂરો કરવાનો હતો. મને યાદ છે કે અમે સીન પૂરો કર્યો હતો અને અમે સીન પૂરો કરવા માટે સાત ટેક લીધા હતા. સાતમા ટેક પછી, અમે કેટલા કલાકો ફિલ્માંકન કરી રહ્યા હતા તેની મને ખબર નહોતી. અંતે હું એટલી થાકી ગઈ હતી કે ફ્લોર પર જ પડી ગઈ અને પછી ઊભી ન થઈ શકી. હું સતત રડી રહી હતી.'
આ પછી કુબ્રા સૈતે નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના બોલ્ડ સીન અંગે મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ કહ્યુ, 'મને નવાઝ ખૂબ ગમે છે અને તે એક મહાન સહ-અભિનેતા પણ છે. અમે સાથે ઘણા ઈન્ટીમેટ સીન કર્યા હતા. પરંતુ મને લાગે છે કે તે સૌથી શરમાળ વ્યક્તિ છે. તેમને પકડી-પકડીને સીન કરવા પડતા હતા. હું તેના ગાલ પર કિસ કરતી અને કહેતી કે, 'ચલને સેક્સ સીન કરીએ'. મારે તેના માટે એક માહોલ બનાવવાની જરૂર પડતી, જે પછી નવાઝ તેને શૂટ કરવા તૈયાર થતા હતા.'
તમને જણાવી દઈએ કે સેક્રેડ ગેમ્સનુ નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યુ હતુ. નવાઝુદ્દીન સિદ્દીકી અને કુબ્રા સૈત ઉપરાંત સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેબસીરીઝમાં કુબ્રાએ ટ્રાન્સજેન્ડર મહિલાનુ પાત્ર ભજવ્યુ હતુ અને નવાઝુદ્દીન સિદ્દીકી તેના પ્રેમમાં પડે છે. આ સીરિઝથી અભિનેત્રીએ પોતાની અલગ ઓળખ બનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
