Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુનિયર NTR પહોંચ્યા હૈદરાબાદ, કહ્યુ - મને RRR પર ખૂબ જ ગર્વ, આરઆરઆરને પ્રોત્સાહિત કરવા બદલ દરેક ભારતીયનો આભાર

અવૉર્ડ જીત્યા બાદ જૂનિયર એનટીઆર હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યા જ્યાં તેમણે ઑસ્કર અવૉર્ડ જીતવા પર પોતાની ખુશી વ્યક્ત કરી.

jr NTR

Naatu Naatu Oscar: એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના નાટુ નાટુ ગીતે 95માં એકેડમી અવૉર્ડસની બેસ્ટ ઓરિજિનલ સૉંગ કેટેગરીમાં અવૉર્ડ જીતીને ઐતિહાસિક ઉપલબ્ધિ નોંધાવી છે. 12 માર્ચે લૉસ એન્જેલસના ડૉલ્બી થિયેટરમાં ઑસ્કર અવૉર્ડ સેરેમનીનુ આયોજન થયુ હતુ. જ્યાં મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરવાની અને ડાયરેક્ટર એસએસ રાજામૌલી સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ જૂનિયર એનટીઆર-રામચરણ પણ હાજર હતા. હવે અવૉર્ડ જીત્યા બાદ જૂનિયર એનટીઆર હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યા જ્યાં તેમણે ઑસ્કર અવૉર્ડ જીતવા પર પોતાની ખુશી વ્યક્ત કરી.

આજે વહેલી સવારે ઑસ્કર અવૉર્ડ જીત્યા બાદ આરઆરઆર અભિનેતા જુનિયર એનટીઆર હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં ચાહકો અને મીડિયાએ તેમને ઘેરી લીધા હતા. જુનિયર એનટીઆર હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા હતા, જ્યાં તેમણે કહ્યુ હતુ કે એમએમ કિરવાણી અને ચંદ્ર બોઝને 'નાટુ-નાટુ' ગીત માટે ઑસ્કર અવૉર્ડ સ્વીકારતા જોવાની શ્રેષ્ઠ ક્ષણ છે. મને આરઆરઆર પર ખૂબ ગર્વ છે.

જુનિયર એનટીઆરએ કહ્યુ કે પ્રેક્ષકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રેમ વિના આ વિજય શક્ય ન હોત. હું આરઆરઆરને પ્રોત્સાહિત કરવા બદલ દરેક ભારતીયનો આભાર માનુ છુ, આ અવૉર્ડ (ઑસ્કર) જે અમે જીત્યો છે તે ફક્ત પ્રેક્ષકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રેમથી જ શક્ય બન્યો છે. વળી નાટુ નાટુના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યુ કે ઑસ્કર જીત્યા બાદ જ્યારે કિરવાણી સર અને ચંદ્રબોઝ બહાર આવ્યા, ત્યારે કિરવાણી સર મને ભેટી પડ્યા, હું વર્ણવી શકતો નથી કે તે ક્ષણે હું કેટલો ધન્યતા અનુભવુ છુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X