RJ Mahvash On Yuzvendra Chahal : ચહલ સાથે અફેરને લઈને RJ મહવશે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?
RJ Mahvash On Yuzvendra Chahal : ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં છે.
ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે બધુ ઠીક ન હોવાના અહેવાલ વચ્ચે ચહલનું નામ જાણીતી આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે. જો કે હવે મહવશે આ મુદ્દે મૌન તોડ્યુ છે.

હાલમાં જ એક રેસ્ટોરન્ટ બહાર આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલ એક સાથે સ્પોટ થયા બાદ બન્નેના અફેરના સમાચાર વહેતા થયા હતા. હવે આ મુદ્દે મહવશે ખુલ્લીને વાત કરી છે.
આરજે મહવશે કહ્યું કે, તે અને યુઝવેન્દ્ર ચહલ માત્ર સારા મિત્રો છે અને આ અફવાઓમાં કોઈ સત્ય નથી. તેણીએ કહ્યું કે, બંને વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી અને આ ફોટો ફક્ત મિત્રતા અને નાતાલના અવસર પર એક સરળ ઉજવણીનો હતો.
મહવશે ચાહકોને અપીલ કરી કે તેઓ કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેમને સાચી માહિતી આપે. બીજી તરફ ચહલ અને ધનશ્રી અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, બંનેએ આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે.
આરજે મહવશે આ પોસ્ટમાં લખ્યું, કે જો કોઈ વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે જોવા મળે તો તેનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ તેઓ ફક્ત સારા મિત્રો હોઈ શકે છે. આ દ્વારા તે સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે લોકોએ બીજાના અંગત જીવન અને સંબંધો વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું ટાળવું જોઈએ.
મહવશે આગળ લખ્યુ કે, આ કયું વર્ષ છે અને તમે બધા કેટલા લોકોને ડેટ કરી રહ્યા છો? હું 2-3 દિવસથી ધીરજ રાખી રહી છું પણ હું કોઈ પણ પીઆર ટીમને મારી છબી બગાડવા નહીં દઉં કે મારું નામ ખરાબ કરવાનો પ્રયાસ નહીં કરવા દઉં. મુશ્કેલ સમયમાં લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે શાંતિથી રહેવા દો. આ નિવેદન પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચહલ અને તે ફક્ત સારા મિત્રો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
