Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી વાર રિયા ચક્રવર્તી-શોવિક, શોધી રહ્યા છે ઘર

જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી વાર રિયા અને શોવિક કેમેરામાં કેદ થયા.

રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલીભર્યુ રહ્યુ. જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી વાર રિયા અને શોવિક કેમેરામાં કેદ થયા. જેવુ એક કેમેરામેને રિયાને હાય કહ્યુ, રિયાએ જવાબમાં હાથ હલાવ્યો અને ભલામણ કરી દીધી કે પ્લીઝ હવે અમારો પીછો ના કરતા. ઉલ્લેખનીય છે કે રિયા અને શોવિક અત્યારે મુંબઈમાં નવુ ઘર શોધી રહ્યા છે. તેમની જૂની બિલ્ડિંગના લોકો તેમને ઘર છોડવા માટે દબાણ કરી રહ્યા છે. માટે રિયા પોતાના પરિવાર માટે હાલમાં નવુ ઘર શોધી રહી છે.

સુશાંત કેસની દોષી ગણાવાઈ

સુશાંત કેસની દોષી ગણાવાઈ

તમને જણાવી દઈએ કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મોતના બરાબર એક મહિના બાદ રિયા ચક્રવર્તીની સીબીઆઈ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે આખા કેસની દોષી તેને ગણાવવા લાગ્યા. ત્યારબાદ રિયા અને શોવિકની પૂછપરછનો સિલસિલો શરૂ થયો અને દેશની ત્રણ મોટી એજન્સીઓ સીબીઆઈ, ઈડી અને એનસીબીએ તેમના પર ગાળિયો કસ્યો.

એક મહિનાની જેલ

એક મહિનાની જેલ

એનસીબીની ત્રણ દિવસ સતત પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ પણ સુશાંત માટે ડ્રગ્ઝ ખરીદવાની વાત કબૂલી હતી. ત્યારબાદ રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી. પહેલી રાત તેણે એનસીબીની સેલમાં ગાળી હતી. સૂત્રોની માનીએ તો રિયાએ આખી રાત ઉંધ્યા વિના પસાર કરી હતી. આગલા દિવસે તેને ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવી. રિયાએ એક મહિનો જેલમાં પસાર કર્યો.

સુશાંત વિશે ખુલાસો

સુશાંત વિશે ખુલાસો

ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ પોતાના ઈન્ટરવ્યુમાં કબુલ્યુ કે સુશાંત સિંહ રાજપૂત બહુ મોટા ડ્રગ એડીક્ટ હતા. તેને marijuanaની લત હતી અને તે ઘણી કોશિશ કરતી કે તેની આ લત છૂટી જાય પરંતુ આવુ ન થઈ શક્યુ. તેની બધી કોશિશો નિષ્ફળ ગઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X