Te3n ફિલ્મનો રિવ્યૂ: અદ્ઘભૂત એક્ટિંગ પણ...

વિદ્યા બાલન, નવાઝુદ્દીન સિદ્દિકી અને વન એન્ડ ઓન્લી મિસ્ટર બચ્ચન આટલું અદ્ધભૂત કોમ્બીનેશન એક ફિલ્મમાં હોય તો તમને થાય કે સાલ્લું જોવા જવું પડશે. ટી3એન ફિલ્મ આવી જ એક થ્રિલિંગથી ભરપૂર ફિલ્મ છે. જેમાં છેલ્લે સુધી એક પછી એક તેવા ટ્વિસ અને ટર્ન આવે છે જે તમને થિયેટરની સીટ પર ઝકડી રાખે છે.

ટીન એક સસ્પેન્સ ફિલ્મ છે. કોલકત્તાનું અદ્ઘભૂત બેકગ્રાઉન્ડને આ ફિલ્મમાં સુંદરતાથી વર્ણાવવામાં આવ્યું છે. અને અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં એટલી પરફેક્ટ એક્ટિંગ કરી છે કે વખાણ માટે શબ્દો ઓછા પડી જાય છે. પણ તેમ છતાં અમે આ ફિલ્મને 2.5 સ્ટાર આપ્યા છે કેમ તે વિષે વધુ જાણો અહીં...

ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી જ્હોન બિશ્વાસ (અમિતાભ બચ્ચન)ની આસપાસ ફરે છે. જ્હોનની પૌત્રી એન્જેલાનું અપહરણ થઇ જાય છે જેનો આધાત અને દુખ જ્હોન અને તેની પત્ની નેસીના જીવનને થમાવી દે છે. પણ તેનો કેસ સ્વોલ નથી થતો અને તે કદી જાણી નથી શકતો શું થયું હતું તેની પૌત્રી સાથે પણ અચાનક જ આઠ વર્ષ પછી ફરી તેવું જ એક અપહરણ એક બાળકીનું થાય છે. અને જ્હોન મનમાં નક્કી કરી લે છે કે તે આ બીજી બાળકીને અન્યાય નહીં થવા દે.

સ્ટોરી

સ્ટોરી

એન્ઝેલાના અપહરણ અને મોતથી અન્ય એક વ્યક્તિ પણ જોડાયેલો છે તે છે માર્ટીન દાસ (નવાઝુદ્દીન સિદ્દીકી) જે પૂર્વ પોલિસકર્મી હોય છે અને હાલ એક પાદરી તરીકે જીવન વિતાવતો હોય છે. આ બન્ને જણાં એન્જેલાના કેસ સાથે જોડાયેલા છે

સ્ટોરી

સ્ટોરી

અને જ્યારે બીજું અપહરણ થાય છે ત્યારે બન્ને કિડનેપરની શોધ પર નીકળી પડે છે પણ શું તે અપહરણકર્તાને શોધી શકે છે કે પછી કંઇક બીજો જ ખેલ શરૂ થઇ જાય છે તે જોવા તો તમારે ફિલ્મ જોવી જ રહી.

એક્ટિંગ

એક્ટિંગ

વિદ્યા બાલનનો રોલ નાનો પણ મહત્વનો છે. નવાઝ અને અમિતાભ બન્નેની એક્ટિંગ અદ્ઘભૂત છે. ખાસ કરીને બીગ બીની એક્ટિંગના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

કેમ 2.5 સ્ટાર જ

કેમ 2.5 સ્ટાર જ

તમે કોઇ હોટલમાં જવા ત્યાં ખાવાનો ટેસ્ટ સારો હોય પણ સજાવટ સારી ના હોય તો શું થાય તેવું જ કંઇક આ ફિલ્મ સાથે થયું છે સ્ક્રિપ્ટ કેટલીક જગ્યાએ નબળી પડે છે જે થ્રિલર સસ્પેન્સ સ્ટોરીની મઝા ઝાંખી કરી દે છે.

જોવું કે નહીં?

જોવું કે નહીં?

એક વાર જોવા જવાય તેવી ફિલ્મ તો આ છે જ. કારણ કે છેલ્લે સુધી ટ્વિસ્ટ અને ટર્ન છે. અને અને બીજું કંઇ નહીં તો અમિતાભની ક્લાસિક એક્ટિંગ માટે તો જવું જ પડે આ ફિલ્મ જોવા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X