Movie Review : ટાઇમ પાસ માટે જોઈ શકાય ગોળી વગરની ‘તમંચે’!
મુંબઈ, 10 ઑક્ટોબર : નાના બજેટની ફિલ્મ તમંચે આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ પાસે ન તો દર્શકોને આશા હતી કે ન તો સમીક્ષકોને અને સાચે જ તમંચે આવી જ ફિલ્મ નિકળી. હદથી વધારે બેકાર ફિલ્મ છે તમંચે કે જેને લોકો મજબૂરીમાં જ જોવાનું પસંદ કરશે. તમંચેમાં એવું કંઈ નથી કે જે લોકોને ગમે. એક-બે સીન્સ એવા છે કે જેમાં અભિનેત્રી રીચા ચડ્ઢા થોડીક કમાલ કરે છે. ઉપરાંત હીરો (નિખિલ દ્વિવેદી), વિલન (દમનદીપ સિંહ) શું કરી રહ્યા છે, તે જ સમજાતુ નથી.
દિગ્દર્શક નવનીત બહલે કેટલીક જૂની ફિલ્મોના સારા સીન્સ મેળવી તમંચે બનાવવાની કોશિશ કરી છે. તમંચેની સ્ક્રિપ્ટ નબળી અને કંટાળાજનક છે. હા, ફિલ્મમાં મોહિત ચૌહાણ દ્વારા ગવાયેલ ખામખાં તુમસે પાલા પડ઼ ગયા... અને સોનૂ નિગમ દ્વારા ગવાયેલ ઓય દિલદારા... તથા જૂના ટ્રેક પર મૂકાયેલ ગીત પ્યાર મેં દિલ પે માર દે ગોલી... થોડાક રાહતજનક છે. ફિલ્મમાં રીચા સિવાય કંઈ જોવા જેવુ નથી. રીચાનો અભિનય લાજવાબ છે, પણ આખી ફિલ્મ તેમના ખભે ખેંચી શકાય તેવી નથી. અમારા મુજબ તમંચે ફિલ્મ જોવી એટલે પૈસા અને સમયની બર્બાદી સિવાય કશુ નથી.
વાર્તા : તમંચે ફિલ્મ બે ક્રિમિનલ કિડનૅપર મુન્ના મિશ્રા (નિખિલ દ્વિવેદી) તથા ડ્રગ ડીલર બિંદિયા ઠાકુર ઉર્ફે બાબૂ (રીચા ચડ્ઢા)ની વાર્તા છે. બંને એક સાથે પોલીસના હાથે ઝડપાઈ જાય છે. બંનેને પોલીસ કસ્ટડીમાં લઈ જતી હોય છે કે તે જ વખતે બંને પોલીસને ચકમો આપી ભાગી જાય છે. પોલીસથી બચવાના ખેલમાં બંને સાથે-સાથે સંતાય છે અને આ દરમિયાન મુન્નાને બિંદિયા સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ બિંદિયા પોતાની ગૅંગના લીડર રાણા (દમનદીપ સિંહ) માટે કામ કરે છે અને રાણા બિંદિયાને ચાહે છે. તેથી બિંદિયા મુન્નાને ઠકરાવી દે છે. પચી પોતાના પ્રેમને પામવા મુન્ના એક ચાલ ચાલે છે. શું તે સફળ થાય છે? શું બિંદિયાને પણ મુન્ના સાથે પ્રેમ થાય છે? આ બધા વચ્ચે રાણાનું શું થાય છે? જાણવા માટે ફિલ્મ જોવા થિયેટર જવું પડશે.
ચાલો જોઇએ તમંચે ફિલ્મની તસવીરો :

ક્રિમિનલ્સની વાર્તા
તમંચે બે ક્રિમિનલ્સ આશિકોના પ્રેમની વાર્તા છે કે જેઓ અકસ્માતે મળે છે.

રીચા ચડ્ઢા
ફિલ્મની યૂએસપી રીચા ચડ્ઢા છે અને ફિલ્મમાં તેમણે બહેતરીન કામ કર્યુ છે.

એક્શન
તમંચેના કેટલાક સીન્સ લોકોને જરૂર ગમી શકે. રીચાના કેટલાક સીન્સ ચોક્કસ આકર્ષે છે.

સંગીત
ફિલ્મના એક-બે ગીતો સુકૂન આપે છે.

જોવી કે કેમ?
જો ટાઇમ પાસ કરવો હોય, તો આ ફિલ્મ જોઈ શકાય.

બ્રા-લેસ રીચા
તમંચે ફિલ્મ જેવી બોલ્ડ ફિલ્મ આજથી પહેલા ક્યારેય બની નહોતી. નવોદિત નિખિલ દ્વિવેદી અને રીચા ચડ્ઢાએ ફિલ્મમાં જબર્દશ્ત ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. બંનેની કેમેસ્ટ્રી ગઝબની છે. બંનેનું આ ફોટોશૂટ તે સમયે ખૂબ જોવામાં આવ્યુ હતું. આ ફોટોશૂટ દરમિયાન રીચા ચડ્ઢા બ્રા-લેસ થઈ ગયા હતાં કે જે ફોટોશૂટમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

રીચાની આગામી ફિલ્મો
રીચા ચડ્ઢા પાસે જોકે થોડી ઘણી ફિલ્મો તો છે જ. તેમની આગામી ફિલ્મોમાં ઇશ્કેરિયા, જિયા ઔર જિયા તથા ઘૂમકેતુનો સમાવેશ થાય છે.

અલી-રીચા-સોનૂ
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અલી ફઝલ, રીચા ચડ્ઢા અને સોનૂ નિગમ.

અમિત સાધ
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિત સાધ.

ગુલશન દેવૈયા
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગુલશન દેવૈયા.

બિકિની શો
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન કલ્કી કોચલીન એવા કપડા પહેરી આવ્યા હતાં કે જે તેમની બિકિનીનું પ્રદર્શન કરતા હતાં.

કલ્કી-રીચા
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કલ્કી કોચલીન અને રીચા ચડ્ઢા.

રમેશ તૌરાની
તમંચે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રમેશ એસ તૌરાની.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
