Review: રુસ્તમ, સફેદ યુનિફોર્મમાં બેદાગ ચમકે છે અક્ષય કુમાર...
આખરે અક્ષય કુમારની રુસ્તમ આવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક નેવી ઓફિસરની ભૂમિકામાં છે. ફિલ્મનો આખો પ્લોટ ખુબ જ શાનદાર છે. એક નેવી ઓફિસર તેની બેવફા પત્ની અને તેની પત્નીનો આશિક.
ફિલ્મની આખી કહાની રોમાન્સમાં આગળ વધે છે. પછી એક ગોળી પત્નીના આશિકને માર્યા બાદ તે પતિ આખા દેશનો હીરો બની જાય છે. કેમ હીરો બને છે? કઈ રીતે હીરો બને છે? તે આખા ફિલ્મનો રસપ્રદ રોમાન્ચ છે.
ફિલ્મની આખી કહાની તમને બધી રાખે છે. પત્નીના આંસુ અને તેની બેવફાઈની કહાની તમને રસપ્રદ લાગે છે અને તમે કહાની સાથે આગળ વધતા જાવ છો. પરંતુ આગળ વધતાની સાથે જ ફિલ્મની કહાની એકદમ બદલાઈ જાય છે અને થોડી ફીકી પડી જાય છે. ફિલ્મનું સસ્પેન્સ તમને નિરાશ કરી નાખે છે.
તો જાણો આ ફિલ્મ વિશે...

પ્લોટ
ફિલ્મની કહાની 1959ના નાણાંવટી કેસ પાર બની છે. રુસ્તમ પાવરી એક નેવી ઓફિસર છે. જે મિશન પૂરું કરીને પોતાના ઘરે આવે છે.

પ્લોટ
ઘરે આવતા જ તેને તેની પત્નીની બેવફાઈ વિશે ખબર પડે છે. તે નેવી બેઝથી એક લાયસેંસ પિસ્તોલ લે છે અને તેની પત્નીના આશિક વિક્રમ માખીજાને ગોળી મારી દે છે.

અભિનય
ફિલ્મમાં દરેકે પોતાનું કામ ખુબ જ સુંદર રીતે કર્યું છે. અક્ષય કુમાર તેમની દરેક ફિલ્મ સાથે વધારે ને વધારે સારા થતા જાય છે.

અભિનય
ઈશા ગુપ્તાના ભાગમાં વધારે કઈ કરવા નું હતું જ નહિ. પરંતુ જેટલું પણ હતું તેમાં તેઓ કોઈ જ પ્રભાવ છોડી શક્યા નથી. ઈશા ગુપ્તા વિક્રમ માખીજાની બહેનનો રોલ કરી રહ્યા છે. પરંતુ તેના પ્રત્યે કોઈને પણ સહાનુભૂતિ નથી થતી અને તે એક વિલન બનીને રહી જાય છે.

અભિનય
ઇલિયાના ખુબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના આંસુનો તમારા પર કોઈ જ અસર નથી થાય.

અભિનય
સચિન ખેડકર સાથે અક્ષય કુમારના કોર્ટ રૂમ સીન ખુબ જ સુંદર રીતે રજુ કરાયા છે.

ડાયરેક્શન
ટોની ડિસુઝાએ આ પહેલા અઝહર ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં પણ જેટલું સસ્પેન્સ વધારવા ગયા છે તેટલી જ ફિલ્મ હાથમાંથી છૂટી રહી છે.

તકનીક
ફિલ્મના ડાયલોગ ખુબ જ સારા બની સકતા હતા. પરંતુ બીજા હાફમાં શાનદાર કોર્ટ રૂમ સીનની આશા હતી તેને બિલકુલ ઢીલી રીતે છોડી દેવામાં આવ્યા.

તકનીક
અક્ષય કુમાર અને સચિન ખેડકર વચ્ચેનો સંવાદ જે ફિલ્મનો પ્લસ પોઇન્ટ હોવા જોઈતો હતો. તેને ખુબ જ હલકામાં લેવામાં આવ્યું છે.

મજબૂત પક્ષ
ફિલ્મમાં સૌથી વધુ મજબૂત પક્ષ છે. અક્ષય કુમાર દરેક સીનમાં તેઓ ખુબ જ ડેશિંગ લાગી રહ્યં છે.

નેગેટિવ પક્ષ
ફિલ્મનો નેગેટિવ પક્ષ તેની કહાની અને પ્લોટ બનીને રહી ગયી છે. ફિલ્મના અજીબો ગરીબ ટ્વિસ્ટમાં ફિલ્મ ફસાઈ ગયી છે.

જોવી કે નહિ
ફિલ્મ એક સારી સસ્પેન્સ થ્રિલર છે. એટલે જોવી જ જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
