રોકી હેન્ડસમ ફિલ્મ રિવ્યૂ: અદ્ધભૂત એક્શન પણ નબળી સ્ક્રીપ્ટ
જ્હોન અબ્રાહ્મને એક્શન ફિલ્મોમાં જોવા આંખો માટે એક આઇટ્રીટ છે. અને આ માટે જ્હોનના ફેન્સ તેની ફિલ્મ રોકી હેન્ડસની કાગ ડોળે રાહ જોઇ રહ્યા હતા. પણ ફિલ્મને જોઇને કદાચ તમે નિરાશ થાવ. કારણ કે સ્મૃતિ અને જ્હોનનું એક હોટ રોમાન્ટિક ગીત, જ્હોનનું ક્લાયમેક્સ પહેલાની એક અદ્ધભૂત ફાઇટ અને બીજા બે ત્રણ સીનને બાદ કરતા આ ફિલ્મમાં કંઇ ખાસ નથી.
કોરિયન ફિલ્મ મેન ફ્રોમ નોવેર પર આધારિત આ ફિલ્મ તેની કોરિયન આવૃત્તિ જેટલી સ્ટ્રોંગ પકડ નથી ધરાવતી. ફિલ્મમાં એક્શનનો ભરી ભરીને છે અને થ્રીલર પણ, પણ તેમ છતાં દર્શકો આ ફિલ્મની ભાવનાત્મક રીતે જોડાઇ નથી શકતા. વીક સ્ક્રીપ્ટ આ ફિલ્મનો ચાર્મ મારી નાખે છે. આ ફિલ્મને અમે 2.5 સ્ટાર આપ્યા છે. ત્યારે આ ફિલ્મ જોવી કે નહીં તે વિષે વધુ જાણો અહીં.

જ્હોન અબ્રાહ્મ
લાઇવ ઓડિયન્સ રિસ્પોન્સ મુજબ જ્હોન આ ફિલ્મમાં એક્શન હિરો તરીકે અદ્ધભૂત લાગે છે વળી તેમને ચપ્પુ ફાઇટ પર અદ્ધભૂત છે. પણ તેના પંચમાં જેટલો દમ દેખાય છે તેટલો દમ તેના ડાયલોગમાં નથી દેખાતો.

દિવ્યા ચાવલા ઉર્ફ નાઓમી
આ ફિલ્મમાં બાળ કળાકારનું પાત્ર ભજવનાર દિવ્યાની એક્ટિંગ ખરેખરમાં વખાણવા લાયક છે. જે રીતે તે પોતાના ગેંગસ્ટર પડોશીનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતી રહેતી હોય છે તે જોઇને તમને તેની ભોળપણ પર આફરિન થઇ જશો. આ ફિલ્મમાં જો કંઇ જોવા જેવું હોય તો તે છે આ બાળકળાકારની એક્ટિંગ અને માસૂમિયત.

શ્રૃતિ હસન
શ્રૃતિ આ ફિલ્મમાં એક ગીત પુરતી આવે છે. તેનો નાનકડો રોલ છે. તે સુંદર લાગી રહી છે પણ જ્હોન સાથે તેની કેમેસ્ટ્રી અજીબ લાગે છે.

સ્ટોરી
રિટાયર સ્પેશ્યલ એજન્ટ કબીર અહલાવત ઉર્ફ રોકી ગોવામાં પોતાનું જીવન પસાર કરી રહ્યો હોય છે જ્યાં ડ્રગ્સ, બાળકોની તસ્કરી, અંગોની તસ્કરી અને હત્યારાઓનો આતંક છે. તેના પડોશીમાં રહેતી એક નાની છોકરી સાથે તે ભાવનાત્મક રીતે જોડાઇ જાય છે. પણ જ્યારે ગુંડાઓ દ્વારા નાઓમીને કિડનેપ કરવામાં આવે છે ત્યારે તે આ છોકરીને બચાવવા માટે તમામ પ્રયાસો કરે છે.

ખામીઓ
આ ફિલ્મ તેની ઓરિજનલ ફિલ્મ કરતા ખૂબ જ નબળી છે. તમે આ ફિલ્મ જોઇને તેના પાત્રા સાથે ફિલ્મની સ્ટોરી સાથે તેવી રીતે ભાવનાત્મક રીતે જોડાઇ નથી શકતા. ફાઇટીંગ સારી છે પણ તે સિવાય કંઇ ખાસ નથી

ફિલ્મ જોવી કે નહીં
જો તમને જ્હોન અબ્રાહ્મ અને એક્શન ફિલ્મ જોવી ગમતી હોય તો તમે આ ફિલ્મ જોઇ શકો છો. અમે આ ફિલ્મને 2.5 સ્ટાર આપ્યા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
