Salaar Review: રુંવાડા ઉભા કરી દે તેવી એક્શન-થ્રિલર ફિલ્મ છે સલાર, પૈસા વસૂલ, ફેન્સ ખુશ, પ્રભાસનુ જોરદાર કમબેક
Salaar Review: દિગ્દર્શક પ્રશાંત નીલની સલાર આજે એટલે કે 22 ડિસેમ્બરે વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જેમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. સલારની આખી કહાની બે મિત્રોની છે, જેઓ એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
સલારનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ ઈન્ટરવલ નજીક આવતા પ્રભાસની એક્શન ફિલ્મને નવી દિશા મળે છે. ફિલ્મના નિર્દેશકે કહ્યું છે કે સલાર ઉગ્રમ અને KGF 2થી પ્રેરિત છે.

નોંધનીય છે કે આ ફિલ્મ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ છે. ફિલ્મને એ સર્ટિફીકેટ મળ્યુ છે. જો કે, 'એનિમલ'ની જેમ અહીં કોઈ ન્યૂડ સીન નથી. ફિલ્મની કહાની 1917થી 2017 સુધીના સમયગાળાની છે. તેની ભૂગોળ ખાનસારની છે જે તેના રહેવાસીઓએ 1947માં ભારતના નકશામાંથી ભૂંસી નાખી હતી. આખી કહાની અમેરિકાથી લઈને આખા દેશમાં ફેલાયેલી છે.
આ વાર્તા બે મિત્રો વચ્ચેના સુંદર સંબંધોથી શરૂ થાય છે. જે પોતાના મિત્ર માટે સર્વસ્વ બલિદાન આપવા તૈયાર હોય છે. દેવા તેના બાળપણમાં તેના મિત્ર રુદ્રથી અલગ થઈ જાય છે. વાર્તા એક લીપ સાથે આગળ વધે છે જ્યાં વર્ષ 2017માં, આદ્યા (શ્રુતિ હાસન) તેના પિતા કૃષ્ણકાંતની જાણ વગર ન્યૂયોર્કથી ભારત આવે છે. આદ્યા 7 વર્ષ પહેલા તેના પિતાની ભૂલને કારણે ખાનસારના લોકોથી જોખમમાં હોવાથી, આદ્યાને તેની સુરક્ષા માટે દેવા (પ્રભાસ) પાસે લાવવામાં આવે છે. દેવાના આગ્રહ પર, આદ્યાને તેની માતા સાથે આસામના તિનસુકિયા ગામમાં રાખવામાં આવે છે.
દેવા કોલસાની ખાણમાં કામ કરે છે. તેની માતા (ઈશ્વરી રાવ) ગામમાં બાળકોને ભણાવે છે. દેવાની માતા તેના પુત્ર માટે ખૂબ જ ડરે છે. જો તેનો પુત્ર 6 વાગ્યા સુધી ઘરે પાછો ન આવે તો તે ધ્રૂજવા લાગે છે. તે તેના પુત્રના હાથમાં પ્લાસ્ટિકની છરી જોઈ લે તો તે ચિંતિત થઈ જાય છે. આખરે આ ડર પાછળનું કારણ શું છે? દેવા અને રુદ્ર એટલે કે વરદરાજ મન્નારની મિત્રતાનું શું થયું? આ સવાલોના જવાબ જાણવા માટે તમારે સાલાર જોવી પડશે. આ વખતે પ્રશાંત નીલે 'ગેમ ઓફ થ્રોન્સ' જેવી સ્ટોરી બનાવી છે. ફિલ્મ 'સલાર પાર્ટ વન સીઝ ફાયર'ના અંતે પ્રશાંત નીલે તેની સિક્વલ ફિલ્મ 'સલાર પાર્ટ ટુ શૌર્યાંગ પરવમ'ની પણ જાહેરાત કરી છે.
ફિલ્મના મુખ્ય પાત્ર દેવાના બાળપણના મિત્ર વર્ધાની આ મૂળ વાર્તામાં પૃથ્વીરાજ સુકુમારન મોટા વરધરાજની ભૂમિકા ભજવે છે. તે ખાનસારના રાજાની બીજી પત્નીનું સંતાન છે. સલારનો શાબ્દિક અર્થ સરદાર છે. જ્યારે વર્ધાનો જીવ જોખમમાં હોય છે, ત્યારે સલાર દેવા તેને બચાવવા માટે પરત ફરે છે. જો પ્રભાસે પુત્ર તરીકેના ઘણા દ્રશ્યોમાં સારો ઈમોશનલ અભિનય કર્યો છે. પૃથ્વીરાજ સુકુમારન પહેલા એક લાચાર રાજકુમાર તરીકે અને પછી એક યોદ્ધા તરીકે પ્રભાવિત કરે છે જે તેના મિત્રની મદદથી હીરો બને છે.
જગપતિ બાબુ ગમે તે સમયે સ્ક્રીન પર જોવા મળે છે, તેમનો લુક નોંધપાત્ર છે. વાર્તાના આ પહેલા ભાગમાં શ્રુતિ હાસનનું પાત્ર માત્ર ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. શ્રિયા રેડ્ડીએ ફિલ્મ 'સલાર પાર્ટ વન સીઝ ફાયર'ના મહિલા પાત્રની જવાબદારી સંભાળી છે. શ્રિયા રેડ્ડીએ રાજનીતિના ચેસબોર્ડ પર તમામ પુરુષ પાત્રો વચ્ચે એક સ્ત્રી પાત્રને શક્તિશાળી રીતે સ્થાપિત કર્યું છે.
ફિલ્મ 'સલાર પાર્ટ વન સીઝ ફાયર'માં ભુવન ગૌડાની સિનેમેટોગ્રાફી પ્રશાંત નીલના દિગ્દર્શનમાં સફળ થઈ છે. સેટ પર શૂટ કરાયેલા દ્રશ્યોમાં વિદેશી સ્થળોની એરિયલ ફોટોગ્રાફીનો સમાવેશ કરીને તેને કાલ્પનિક વિશ્વનો એક ભાગ બનાવવાની ફિલ્મનું સંપાદન કરનાર ઉજ્જવલ કુલકર્ણીનું કૌશલ્ય પણ પ્રશંસનીય છે. ફિલ્મનું હિન્દી ડબિંગ ખૂબ જ પ્રભાવશાળી છે અને આ ફિલ્મ 'સલાર પાર્ટ વન સીઝ ફાયર'ને હિન્દી બેલ્ટમાં પણ લોકપ્રિય ફિલ્મ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ફિલ્મમાં રવિ બસરુરનું સંગીત છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચોક્કસપણે જોરદાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
