#Review : વર્ષ 2016ની પહેલી હેપ્પી ફિલ્મ....
ભારત અને પાકિસ્તાન.. આ બે નામ સાથે આવતાની સાથે જ ઘણા ભારે શબ્દો દિમાગમાં આવી જાય છે. આતંકવાદ, દુશ્મન, બોર્ડર, વગેરે. થોડી વાસ્તવિકતાથી ધણી જ દૂર એવી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ છે.
તમે એને આ વર્ષની પહેલી હેપ્પી ફિલ્મ પણ કહી શકો છો. અત્યાર સુધી આ વર્ષે તો ગંભીર ફિલ્મો આવી. કપૂર એન્ડ સન્સને હેપ્પી ફિલ્મ માનવામાં આવતી હતી પરંતુ તે ગંભીર ફિલ્મ નીકળી. હેપ્પી ભાગ જાયેગી કોઈ માસ્ટર પીસ નથી પરંતુ એક સિનિમા એન્ટરટેનમેન્ટ ચોક્કસ છે.
તો જાણો કેવી રહી આ ફિલ્મ અને તેનો રિવ્યૂ....

પ્લોટ
એક છોકરી હેપ્પી અને તેના લગ્ન છે. લગ્નના દિવસે દુલ્હા જિમ્મી શેરગિલ સની દેઓલના યારા ઓ યારા પર ડાન્સ કરતો આવે છે અને બીજી બાજુ હેપ્પી તેના આશિક અલી ફઝલ સાથે મંડપથી ભાગી જાય છે.

પ્લોટ
પરંતુ દુલ્હાથી આશિક સુધી પહોંચવામાં હેપ્પી પહોંચી જાય છે પાકિસ્તાન, એક વ્યક્તિ પાસે. કઈ રીતે તે જ આખી કહાની છે.

અભિનય
ડાયના પેન્ટી એકદમ ફ્રેશ લાગી રહી છે. કોકટેલના સીધા સાદા રોલ બાદ ચટર પટર કરવાવાળી છોકરીના રોલમાં તે એકદમ ફિટ બેસે છે.

અભિનય
ફિલ્મમાં જિમી શેરગિલ, અભય દેઓલ અને અલી ફઝલ પણ છે. દરેકના હિસ્સામાં જે પણ રોલ આવ્યો તેમને ખુબ જ સુંદર રીતે કર્યો છે.

ડાયરેક્શન
મુદસર અઝીઝએ પુરી કોશિશ કરી છે. પરંતુ કહાની કેટલીક જગ્યા પાર ઢીલી પડી ગયી છે. ફિલ્મ આના કરતા પણ સારી બની શકતી હતી.

તકનીક પક્ષ
ફિલ્મના ડાયલોગ ખુબ જ સુંદર છે. મ્યુઝિક આપણે પસંદ પડશે. કેટલાક પંચ એવા છે જે તમને લાંબા સમય સુધી યાદ રહશે.

સારી બાબત
ફિલ્મ એક સારી એન્ટરટેઇન છે. તમે તેને સારી રીતે એન્જોય કરી શકશો.

નેગેટિવ બાબત
કેટલીક જગ્યા પર ફિલ્મ પરથી પકડ છૂટી જાય છે અને તમને કંટાળો આવવા લાગે છે.

જોવી કે નહિ
ઘણા સમયથી બોલિવૂડમાં એક હળવી કોમેડી ફિલ્મ આવી નથી. તો ચોક્કસ જોવી જ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
