ફિલ્મ સમીક્ષા : બહેતરીન ફિલ્મ છે ઇંગ્લિશ વિંગ્લિશ
બૅનર : હોપ પ્રોડક્શન્સ, ઇરોઝ ઇન્ટરનેશનલ
નિર્માતા : સુનીલ એ. લુલ્લા, રાકેશ ઝુનઝુનવાલા, આર. બાલ્કી
દિગ્દર્શક : ગૌરી શિંદે
સંીત : અમિત ત્રિવેદી
કલાકાર : શ્રીદેવી, મહેંદી નેબૂ, આદિલ હુસૈન, પ્રિયા આનંદ, અમિતાભ બચ્ચન (મહેમાન કલાકાર)

સમીક્ષા : ચીની કમ અને પા ફિલ્મો દ્વારા લોકોના દિલો ઉપર જગ્યા બનાવનાર આર. બાલ્કીએ વધુ એક વાર કમાલનું કામ કર્યું છે. ઇંગ્લિશ વિંગ્લિશ તેમની ક્લાસિક ફિલ્મોમાંની એક છે કે જેને લોકો લાંબાગાળા સુધી નહિં ભુલી શકે.
ઇંગ્લિશ વિંગ્લિશ સાચે જ શ્રીદેવી માટે કમબૅક છે. ઉંમરના આ તબક્કે શ્રીદેવીએ ફિલ્મની પસંદગી બિલ્કુલ બરાબર કરી છે. સ્ત્રીપ્રધાન ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશમાં તેમનો રોલ જોરદાર છે. બાલ્કી ઉપરાંત આ ફિલ્મની સુંરતા માટે દિગ્દર્શક ગૌરી શિંદે પણ દાદ આપવા લાયક છે, કારણ કે અત્યાર સુધી એડ ફિલ્મોથી લોકોના દિલ ચોરનાર ગૌરીએ ઇંગ્લિશ વિંગ્લિશ દ્વારા પણ લોકોને મોહિત કરવાનો સમ્પૂર્ણ પ્લાન કરી લીધો છે.
ફિલ્મનું સંગીત કહાનીને અનુરૂપ છે. શ્રીદેવીનો અભિનય બેમિસાલ છે. ફિલ્મ એક સામાન્ય સ્ત્રીની વાર્તા છે કે જેને બહુ જ હળવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ન્યૂયૉર્કના લોકેશન્સ આપના હૃદયને સ્પર્શી જશે, તો બીજી બાજુ આ ફિલ્મ સાથે દરેક ભારતીય પોતાની જાતને સાંકળાયેલો અનુભવશે. ફિલ્મ કૉમેડી અંદાજમાં કટુ સત્ય રજૂ કરે છે કે જેને માટે ફિલ્મની આખી ટીમ અભિનંદનને પાત્ર હોવી જોઇએ. એમ કહેવું અતિશ્યોક્તિપૂર્ણ નથી કે ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ એક સાર્થક સિનેમા અને સ્વસ્થ મનોરંજનનો સુંદર ઉદાહરણ છે.
વાર્તા : શશિ (શ્રીદેવી) પોતાની જાતને બહેતર માતા અને પત્ની સાબિત કરવા માંે છે, પરંતુ તેના માટે તેણે ઘરકુકડીમાંથી બહાર નિકળવું પડે છે. જોકે તેની એક સમસ્યા છે કે જે મોટાભાગના ભાતીયોની હોય છે. તેનું અંગ્રેજી નબળું છે. તેથી કોઈ અંગ્રેજીમાં વાત કરે તો શશિ ગભરાઈ જાય છે. તેથી તે લઘુતા ગ્રંથિ અનુભવે છે, પરંતુ પોતાના આત્મવિશ્વાસના બળે તે અંગ્રેજી શીખે છે અને પોતાના પરિવારને ખુશ પણ કરી લે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહેમાન કલાકાર તરીકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
