Review: સનીની 'એક પહેલી લીલા'નો Review વાંચવો જ રહ્યો!
સની લિયોનીની ફિલ્મ એક પહેલી લીલા આજે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. એક પહેલી લીલામાં સની લિયોની ડબલ રોલમાં છે. મીરા લંડનની મોડલ ખૂબ જ યંગ ફ્રેશ ટાઇઝ જીંસ અને ખૂબ જ સ્ટાઇલિશ છે. તે રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં તે પ્રિંસને મળે છે, જેની સાથે તેને પ્રેમ થઇ જાય છે અને તેમના લગ્ન થઇ જાય છે.
લગ્ન બાદ મીરાની અંદર ઘણું પરિવર્તન આવી જાય છે. તે સાડી, અનારકલી સૂટ, લહેંગો વગેરે પહેરે છે. ત્યારબાદ આવે છે લીલા જે ખૂબ જ મનમોજી પ્રકારની યુવતી છે. તે માત્ર શ્રવણને પ્રેમ કરે છે અને તેના માટે કંઇપણ કરવા માટે તૈયાર છે. તે ખૂબ જ સુંદર છે પરંતુ તે જ્યારે પણ વાત કરે છે તો રૂડલી વાત કરે છે.
હવે મીરા અને લીલા વચ્ચે ટકરાવ ક્યારે અને કેવી રીતે થાય છે એ જ છે ફિલ્મમાં અસલી ટ્વિસ્ટ. આવો સનીની આ શાનદાર ફિલ્મ કેવી છે જાણીએ રિવ્યૂ થકી...

લંડનની સુપર મોડેલ
મીરા લંડનની એક સુપર મોડેલ છે. એંડી તેને ખોટુ બોલીને ઇન્ડિયા જેસલમેર લઇ આવે છે. કરન જય ભાનુશાલી એક સિંગર છે, મુંબઇમાં રહે છે.

વાર્તા
એક પહેલી લીલાની વાર્તા વધુ સુંદર અને સારી હોઇ શકતી હતી. વાર્તા કેવી રીતે આગળ વધે છે તે ખૂબ જ કન્ફ્યુઝનીંગ છે.

નિર્દેશન
નિર્દેશન બોબી ફિલ્મ બનાવતી વખતે ઘણી નાની-નાની વાતો પર ધ્યાન આપવાનું ભૂલી ગયા છે. ફિલ્મની શરૂઆતમાં જ એક સીન બાદ બીજોસીન કેવી રીતે શરૂ થાય છે એ ખબર નથી પડતી.

એક્સપ્રેશન આપવામાં નિષ્ફળ
સની લિયોની આ વખતે પણ એક્સપ્રેશન આપવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની શરૂઆતથી લઇને અંત સુધી માત્રને માત્ર તેમનું અંગપ્રદર્શન ચાલતું રહ્યું.

સંગીત
એક પહેલી લીલા ફિલ્મની શરૂઆતમાં જ એક પછી એક બે ગીતો બતાવવામાં આવ્યા છે. પહેલા ભાગમાં લગભગ 3-4 ગીતો છે જે દર્શકોને ફિલ્મની વાર્તા સાથે જોડાવા નથી દેતો.

લોકેશન
લંડનની સુંદરતાને કેમેરામાં કેદ કરવાની જરૂરીયાત લગભગ નિર્દેશકને લાગી નહીં. પરંતુ જેસલમેરમાં ફોટોશૂટના બહાને સુંદર લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે.

ફિલ્મ જોવી જોઇએ કે નહીં
સનીના ફેન્સ માટે આ ફિલ્મ એક સારી ટાઇમ પાસ મૂવી બની શકે છે. પરંતુ જ્યાં સુધી વાત ફિલ્મને તાર્કિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ફિલ્મના સિન્સની વચ્ચે કોઇ તાલમેલ નથી. સંગીત સારુ છે પરંતુ વાર્તાથી ધ્યાન હટાવી દે છે. પુનર્જન્મ પર આધારિત આ ફિલ્મ એક વાર જોઇ શકાય છે, પરંતુ દિમાગ લગાવ્યા વગર. વનઇન્ડિયા ફિલ્મને આપે છે 2.5 સ્ટાર્સ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
