#BanjoReview: બેન્જો, દરેક રોકસ્ટાર રણબીર કપૂર નથી હોતો
કંગના રાણાવતે કહ્યું હતું ને કે રિબોક ના સહી તો રિબુકી સહી. બસ, કંઈક આવું જ ફીલ આવશે આપણે રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જો જોઈને. પરંતુ ફિલ્મમાં રિતેશ દેશમુખની કોઈ જ ભૂલ નથી. બેન્જોમાં વધારે કઈ ખોટું નથી, ફિલ્મની સ્ટારકાસ્ટ સિવાય.

હવે આવીએ છે ફિલ્મના ડાયરેક્ટર પર, રવિ જાધવ મરાઠી ફિલ્મોના ખુબ જ સારા ડાયરેક્ટર માનવામાં આવે છે. પરંતુ આજ બોલિવૂડની ખાસિયત છે કે કોઈ એક સિનેમાના સગા નથી બની શકતા. એટલા માટે અહીં ફિલ્મની વાર્તા દર્શકોના હિસાબથી બદલવામાં આવે છે.

પ્લોટ
બેન્જો ફિલ્મ મુંબઈના એક લોકલ બેન્ડની કહાની છે. જે ક્યારેક ક્યારેક મોહોત્સવમાં જઈને પોતાની કલા બતાવે છે. પરંતુ તેમને લાગે છે કે તેમની આ કલાથી તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. તેમને આ વાતનો ભરોષો આપવે છે નરગીસ ફખરી જે વિદેશથી આવી છે.

ડાયરેક્શન
રવિ જાધવ ભલે ખુબ જ સારા ડાયરેક્શન છે. પરંતુ બેન્જોને તેમને એક્શન અને કોમેડીથી ભરપૂર પંચલાઈન નાખીને પુરી મસાલા ફિલ્મ બનાવવાની કોશિશ કરી. જેમાં તેમનો મુદ્દો જ ખોવાઈ ગયો ડૂબતી લોકકલા.

અભિનય
રિતેશ દેશમુખે પુરી કોશિશ કરી છે કે તેઓ પોતાની ભૂમિકા સાથે પૂરતો ન્યાય કરે. પરંતુ તેઓ પણ કન્ફુયુઝ નજર આવી રહ્યા છે. ક્યાંક એક્શન, કોમેડી અને રોમાન્સમાં તેમનું ફોકસ ચાલ્યું ગયું છે.

નરગીસ ફખરીએ અત્યાર સુધીમાં કઈ ખાસ કર્યું નથી અને આ ફિલ્મમાં પણ તે જ કરી રહી છે. આમ જોવા જઈએ તો ડાન્સ તેને ઠીક ઠાક કર્યો છે પરંતુ ફિલ્મમાં તે તમને બોર કરી દેશે.

ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ ઠીક ઠાક છે. ડાન્સ માસ્ટર ધર્મેશમાં સારું ટેલેન્ટ છે અને અહીં પણ તેઓ તેને બતાવી રહ્યા છે.

નેગેટિવ પક્ષ
રવિ જાધવની સૌથી મોટી ખામી છે ફિલ્મની સ્ટારકાસ્ટ. જે ફિલ્મમાં સેટ નથી થતી. એક રોકબેન્ડ માં રિતેશ દેશમુખ ક્યાંય પણ ફિટ નથી થતા. ફિલ્મની કહાની ખુબ જ નોર્મલ છે.

મજબૂત પક્ષ
ફિલ્મનો મજબૂત પક્ષ છે ફિલ્મનું મ્યુઝિક. વિશાલ શેખરે ફિલ્મના મ્યુઝિક પર ખુબ જ મહેનત કરી છે અને તેમની મહેનત દેખાઈ પણ રહી છે. પરંતુ ફિલ્મની સાથે મ્યુઝિક પણ ઇગ્નોર થઇ જશે.














Click it and Unblock the Notifications
