#Review: બેઈમાન લવ, ફરી સની લિયોન સાથે લવ, સેક્સ ઔર ધોખા
સની લિયોનની નવી ફિલ્મ આવી છે બેઈમાન લવ અને ફરી એકવાર તેની સાથે લવ, સેક્સ ઔર ધોખા થઇ ચૂક્યું છે. ખેર જો ફિલ્મ સની લિયોનની છે તો ફિલ્મમાં કહાની જેવી કઈ જ નથી. કહાની સની લિયોન જ છે જેનું નામ છે સુનેના. ડાયરેક્ટરે સની લિયોન પર વધારે જ ફોકસ કર્યું છે. એક સીનમાં સનીને સારી રીતે ફોકસ કર્યા પછી જ સીન ચાલુ થાય છે.

કહાની એક બિઝનેસ વુમન સુનેના અને તેના વિરોધી રાજ મલ્હોત્રાની છે. હવે દરેક રાજ નામનો છોકરો શાહરુખ ખાન તો નથી જ હોતો. એટલે સની લિયોન માટે એક પરફેક્ટ હીરો શોધ્યો છે જે છે રજનીશ દુગ્ગલ.

હવે સુનેનાએ દગાબાજી કરીને પોતાના માટે સીઢીઓ બનાવી છે. આ દગાબાજી તેને રાજ સાથે જ કરી છે અને બંનેના હાવભાવથી સાફ છે કે તેની પાછળ કેટલાક જુના કર્મકાંડ છે.

હવે આ બંને જુના કર્મકાંડવાળા પ્રેમીઓએ એકબીજાને બરબાદ કરવાની કસમ ખાધી છે. પરંતુ હજુ પણ બંને વચ્ચે કંઈક બાકી છે હવે તે પ્રેમ છે કે વાસના તે જોવાનું છે.

આ આખી લવ, સેક્સ ઔર ધોખા વાળી કહાની 3 વસ્તુઓ પર બની છે. ઘણા બધા નશેડી લોકો, ટુવાલમાં ઉતરી સની લિયોન અને સની લિયોનને ઘુરતા લોકો.

ફિલ્મમાં કહાની તો છે જ નથી પરંતુ ખેર ફિલ્મમાં સની લિયોન છે. સની લિયોન છે કે આઈટમ સોન્ગ છે. ઓછા કપડાં છે અને ઓછા કપડાંમાં ખુબ જ વધારે સેક્સ.

ફિલ્મમાં ખુબ જ વધારે સંસ્કારી સેક્સ પણ છે. સાડીવાળું સેક્સ. જ્યાં સની લિયોન બિલકુલ સિંદૂર અને સાડીમાં આવશે પછી થોડી શરમાઈને સંસ્કારી સેક્સ.

આ ફિલ્મમાં સની લિયોનના અસલી પતિ ડેનિયલ વેબર પણ છે. ફિલ્મમાં તેમનું નામ ડેનિયલ પીટરસન છે.

સની લિયોન ખુબ જ મેહનત કરી રહી છે પોતાની છબી બદલવા માટે. પરંતુ તેઓ એક જ પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે. સની લિયોનએ સમજવું પડશે કે બોલિવૂડ તેને બેવકૂફ બનાવીને પોતાનો ધંધો ચલાવી રહ્યો છે.

જ્યાં સુધી વાત રહી ફિલ્મ વિશે તો તે સની લિયોનની જૂની ફિલ્મો જેવી જ છે. લવ, સેક્સ ઔર ધોખા પર જ ફિલ્મો બને છે અને બેઈમાન લવ પણ કોઈ અલગ પ્રકારની ફિલ્મ નથી.

ફિલ્મમાં કહાનીના નામ પર કઈ જ નથી અને સેક્સના નામ પર સેન્સરએ કઈ જ છોડ્યું નથી. કઈ મળશે તો સની લિયોન પર ફોકસ કેમેરો અને તેના નાના કપડાં.

જો ફિલ્મની વાત કરવામાં આવે તો એક ડાર્ક લવ સ્ટોરી છે. જ્યાં પ્રેમમાં બેઈમાનીને સામે લાવવાની જવાબદારી લીધી છે સની લિયોને.

આ માટે સની લિયોને એ જ કરવું પડ્યું જે આખું બોલિવૂડ તેની પાસે કરાવે છે. વધારે ને વધારે હોટ સીન.

બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.




-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
