અમિતાભ બચ્ચન સાથે પત્નીની જેમ રહેતી હતી રેખા, મિત્રના બંગ્લો પર છુપાઈને કરતા હતા આ કામ
બોલિવૂડની સૌથી ચર્ચિત પ્રેમ કહાનીઓમાં અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી પણ સામેલ છે. કહેવાય છે કે લગ્ન કરવા છત્તા રેખા અને બચ્ચન પતિ-પત્નીની જેમ રહેતા હતા.
અમિતાભ બચ્ચને ભલે જયા બચ્ચન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવા છત્તા રેખા સાખેના અફેરે પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. કહેવાય છે કે અમિતાભ બચ્ચન પણ રેખાને પ્રેમ કરતા હતા પરંતુ ઘણા કારણોસર બંને લગ્ન ન કરી શક્યા.

યાસિર ઉસ્માનના પુસ્તક રેખા-કૈસી પહેલી ઝિંદગાનીમાં ફિલ્મ ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીને ટાંકીને ઘણા ખુલાસા કરાયા છે.
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, રેખાએ ક્યારેય અમિતાભ બચ્ચનનું નામ લીધું નથી. તે હંમેશા અમિતાભ બચ્ચન સાથે પરિણીત મહિલાની જેમ તે અથવા તેમને કહીને વાત કરતી હતી. રેખાનો અમિતાભ બચ્ચન પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો પરંતુ તેણે ક્યારેય મીડિયા સામે આ વિશે કશું કહ્યું નહીં.
રેખાએ સિમી ગ્રેવાલના ચેટ શોમાં અમિતાભ બચ્ચન વિશે ખુલીને વાત કરી હતી. તેણે આ શોમાં કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનને પ્રેમ કરે છે પરંતુ એક મોટા પ્રશંસકની જેમ. રેખાએ કહ્યું હતું કે જે રીતે એક ફેન તેના ફેવરિટ સ્ટારને પ્રેમ કરે છે, હું પણ બિગ બીને એ જ રીતે પ્રેમ કરું છું.
અમિતાભ બચ્ચને રેખા સાથેના પોતાના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું નથી. તે રેખાની વાત પર હંમેશા મૌન રહે છે, પરંતુ રેખાએ ઘણી વખત તેમના સંબંધો વિશે કેમેરામાં ઘણી બધી વાતો કહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેનું અફેર વર્ષ 1976માં શરૂ થયું હતું. તે સમયે બંને દો અંજાન ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.
કહેવાય છે કે આ ફિલ્મના સેટ પર બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ. જો કે તે સમયે અમિતાભ બચ્ચન પરિણીત હતા. જયા બચ્ચન તેમના જીવનમાં આવી ગઈ હતી.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે રેખા અને અમિતાભ બચ્ચન રિલેશનશિપમાં હતા ત્યારે બંને રેખાના મિત્રના બંગલામાં ગુપ્ત રીતે મળતા હતા, જેથી બહારની કોઈને ખબર ન પડે. જો કે, થોડા સમય પછી રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેના અફેર વિશે બધાને ખબર પડી.
અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને પણ આ અફેરની જાણ થઈ. તે સમયે બિગ બી અને રેખાએ આ અફેરનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે રેખા જ્યારે ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં પહોંચી ત્યારે તેણે પોતાના વાળમાં સિંદૂર ભર્યુ હતુ. જેને બધાને ચૌકાવ્યા હતા.
ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં રેખાએ અમિતાભ બચ્ચન સાથે થોડીવાર હસીને વાત કરી હતી. આ સીન જોઈને જયા બચ્ચન ખૂબ ગુસ્સે થઈ અને આ સીન જોઈને જયા બચ્ચન મોઢું છુપાવીને રડવા લાગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
