રવિના ટંડનની દીકરી રાશા થડાની 38 વર્ષના સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે કરશે રોમાંસ, આ ફિલ્મથી કરશે ડેબ્યુ
Rasha Thandani: બૉલિવુડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાની છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર લોકપ્રિય રહે છે. રાશાએ થોડા દિવસ પહેલા જ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. હવે રાશા ટૂંક સમયમાં જ તેની માતાની જેમ ફિલ્મી દુનિયામાં પોતાનો જાદુ ચલાવવા જઈ રહી છે.
રાશા થડાની સાઉથની ફિલ્મો દ્વારા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરશે. બૉલિવુડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાની બહુ જલ્દી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ રાશા થડાની પહેલીવાર સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રામ ચરણ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરશે. રાશા થડાની એક તેલુગુ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે જેમાં રાશા તેના કરતા 20 વર્ષ મોટા અભિનેતા રામ ચરણ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ ફિલ્મમાં બંને એક કપલ તરીકે જોવા મળશે.
અહેવાલ છે કે રાશાએ આ ફિલ્મ માટે ઓડિશન પણ આપ્યું છે અને તેને ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે પણ ફાઈનલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ ચરણની આ ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા છે. આ ફિલ્મના નિર્દેશક બુચી બાબુ સના છે.
સમાચાર છે કે આ ફિલ્મ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જોકે, ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સમાચાર છે કે ટૂંક સમયમાં આ ફિલ્મના નામની જાહેરાત સાથે તેનું શૂટિંગ પણ શરૂ થશે.
તમને જણાવી દઈએ કે રવિના ટંડને પોતાની દીકરી રાશા થડાની વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે મારી દીકરી ફિલ્મી દુનિયામાં પોતાનું નસીબ અજમાવે. તે મારા કરતા સારી અભિનેત્રી બને. પરંતુ પહેલા તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો પડશે જેથી તે પોતાના પગ પર ઉભી રહી શકે.
રવિનાએ એમ પણ કહ્યું હતું કે તેની દીકરીને બાળપણથી જ એક્ટિંગ પસંદ છે. તેને અભિનયનો શોખ છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાશા થડાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઈન્ટરનેટ પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
