રણબીર કપૂરની આ હરકત પર રડી પડી રશ્મિકા મંદાના, જાણો 'એનિમલ'ના સેટ પર શું થયુ?
રશ્મિકાએ કહ્યુ કે એનિમલ ફિલ્મના સેટ પર તે રણબીર કપૂરના કારણે રડવા લાગી હતી.
મુંબઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર રશ્મિકા મંદાના ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મ વિશે ખુલાસો કરતા રશ્મિકાએ કહ્યુ કે ફિલ્મના સેટ પર તે રણબીર કપૂરના કારણે રડવા લાગી હતી. આનુ કારણ પણ તેણે શેર કર્યુ છે જે ખરેખર ખાસ છે. મેશેબલ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રશ્મિકા મંદાનાએ આ અંગે ખુલાસો કર્યો છે.

રણબીરે કર્યુ કંઈક સ્પેશિયલ
ફિલ્મ 'એનિમલ'ના સેટ પર રણબીર વિશે વાત કરતા રશ્મિકા મંદાનાએ કહ્યુ કે રણબીરે તેના માટે ખાસ કર્યુ જેના કારણે તે રડી પડી હતી. તેણે કહ્યુ - એનિમલના શૂટિંગ દરમિયાન બ્રેકફાસ્ટની ફરિયાદ કરી રહી હતી કે આ કેટલુ બોરિંગ હતુ. પરંતુ આગલા દિવસે રણબીર કપૂરે મારા માટે બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરી. તેણે પોતાના શેફને મારા માટે બ્રેકફાસ્ટ બનાવવા માટે કહ્યુ હતુ. હું આ જોઈને રડી પડી કે કોઈ આટલુ સારુ કેવી રીતે હોઈ શકે છે.

રણબીરે કહ્યુ - આટલુ બોરિંગ કેમ જમે છે?
રશ્મિકાએ આગળ કહ્યુ - મને એવુ લાગી રહ્યુ હતુ કે આ જમવાનુ આટલુ સારુ કેવી રીતે હોઈ શકે છે. રણબીરે મને કહ્યુ - તુ આટલુ બોરિંગ જમવાનુ કેમ જમી રહી હતી? મને લાગ્યુ - તમારી પાસે તો સારો કુક છેને, અમારી પાસે તો નથી, અમે સામાન્ય માણસ છીએ. વળી, વર્ક ફ્રંટની વાત કરીએ તો રશ્મિકા મંદાના પાસે હાલમાં ઘણી હિંદી ફિલ્મો છે. રશ્મિકા એનિમલ, ગુડબાય ઉપરાંત મિશન મજનૂનો પણ હિસ્સો છે. જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ તે રોહિત ધવન સાથે રેંબો રિમેકમાં ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે.

ફિલ્મ 'ગુ઼ડ બાય'ના પ્રમોશનમાં બિઝી
તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદાના હાલમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં શામેલ છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ સુપરસ્ટાર હાલમાં પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ગુ઼ડ બાયના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે.












Click it and Unblock the Notifications
