Video: 'રણબીરજી, આખા બૉલિવુડ અને હૉલિવુડ પર રાજ કરશે તેલુગુના લોકો, હૈદરાબાદ શિફ્ટ થવુ પડશે...'
Ranbir Kapoor Video: બૉલિવુડના ફેમસ એક્ટર રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'એનિમલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતા આ ફિલ્મ વિશે બને તેટલા લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ રણબીર હૈદરાબાદ પહોંચ્યો હતા, જ્યાં સ્ટેજ પર એક વ્યક્તિએ કેટલીક એવી વાતો કહી જે બૉલિવુડ ફેન્સને પસંદ નથી આવી રહી.
હૈદરાબાદમાં સોમવારે રાતે 'એનિમલ'ની પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું બન્યું, જે બૉલિવુડ ફેન્સને પસંદ ન આવ્યું. આ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સ્ટેજ પર ચડીને રણબીરને કંઈક કહી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેજ પર ઊભેલો વ્યક્તિ કહે છે, 'રણબીરજી, હું તમને એક વાત કહેવા માંગુ છું, આગામી પાંચ વર્ષમાં તેલુગુ લોકો આખા બૉલિવુડ અને હૉલિવુડ પર રાજ કરશે. એક વર્ષ પછી હૈદરાબાદ શિફ્ટ થવું પડશે કારણ કે હવે મુંબઈ જૂનું થઈ ગયું છે. હવે ભારતમાં માત્ર એક જ શહેર છે અને તે છે હૈદરાબાદ. અમારા ફિલ્મમેકર્સ ખૂબ જ સ્માર્ટ છે, અમારી પાસે રાજામૌલી છે, દિલ રાજુ છે અને હવે સંદીપ રેડ્ડી પણ આવી ગયા છે. અમારા આ લોકો બૉલિવુડ અને હૉલિવુડ પર રાજ કરશે.'
કાર્યક્રમમાં રણબીરે ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીના ચરણ સ્પર્શ કર્યા હતા. RRR ડિરેક્ટરે પણ રણબીરને પોતાનો ફેવરિટ એક્ટર જાહેર કર્યો અને આત્મવિશ્વાસથી કહ્યું, "કોઈપણ ખચકાટ વિના, હું તમને કહીશ, મારો ફેવરિટ એક્ટર રણબીર કપૂર છે." તેમણે તેને સંદીપ રેડ્ડી વાંગા અને પોતાની સાથે કામ કરવામાંથી એકની પસંદગી કરવાનો પડકાર પણ આપ્યો. રણબીરે વાંગાને પસંદ કર્યો.
તમને જણાવી દઈએ કે, એનિમલનું નિર્દેશન વાંગા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણબીરનું પાત્ર તેના પિતાના પ્રેમ પ્રત્યે રક્ષણાત્મક અને જુસ્સાદાર છે. તે તેના પિતા પ્રત્યેના પ્રેમના માર્ગમાં આવનાર કોઈપણ વ્યક્તિને ધમકી આપતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 3 કલાક 21 મિનિટની છે. એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે અને તે 5 ભાષાઓ - હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.
Here’s the video! Didn’t at all like what he said! Why such unnecessary statements? #ANIMAL #RanbirKapoor𓃵 pic.twitter.com/nfAlrp8Gde
— Aavishkar (@aavishhkar) November 27, 2023












Click it and Unblock the Notifications
