ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યો રણવીર સિંહ, જમ્યો ગુજરાતી થાળી, છકડામાં બેસી ફર્યો અમદાવાદ
બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ યશરાજ ફિલ્મના 'જયેશભાઈ જોરદાર'માં એક્ટિંગ કરી છે. આજે રણવીર સિંહ ગુજ્જુ બોય "જયેશભાઈ જોરદાર"ના અવતારમાં અમદાવાદ પહોંચ્યો હતો. રણવીર સિંહને જયેશભાઈ જોરદારના અવતારમાં જોવા અમદાવાદીઓ પણ ઉમટી પ
બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ યશરાજ ફિલ્મના 'જયેશભાઈ જોરદાર'માં એક્ટિંગ કરી છે. આજે રણવીર સિંહ ગુજ્જુ બોય "જયેશભાઈ જોરદાર"ના અવતારમાં અમદાવાદ પહોંચ્યો હતો. રણવીર સિંહને જયેશભાઈ જોરદારના અવતારમાં જોવા અમદાવાદીઓ પણ ઉમટી પડ્યા હતા. જયેશભાઈ જોરદાર પરિવારના સૌથી સંબંધિત મનોરંજન આપનાર છે.

ગુજરાતી પાત્ર ભજવવા અંગે કરી વાત
આ બીજી વખત છે જ્યારે રણવીર સિંહ સ્ક્રીન પર ગુજરાતી છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમની પ્રથમ દીપિકા પાદુકોણ સાથે ગોલિયોં કી રાસલીલા રામ-લીલા હતી. ગુજરાતી છોકરાની ભુમિકા ફરીથી કરવા વિશે વાત કરતાં, રણવીરે કહ્યું, "મને ગુજરાતની સંસ્કૃતિ, તેની જીવંતતા, શ્રેષ્ઠ બનવાનો ઉત્સાહ અને સૌથી અગત્યનું તેના લોકો વિશે બધું જ ગમે છે. તેથી, મને ખરેખર જયેશભાઈ જોરદારમાં એક ગુજરાતી છોકરો બનવા અને વિશ્વભરના ગુજરાતીઓ તરફથી ફરીથી એટલો જ પ્રેમ મેળવવાની પ્રેરણા મળી. મને આશા છે કે તેઓને આ ફિલ્મ ગમશે અને તેમાં મારો અભિનય ગમશે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને હું જાણું છું કે અમારી પાસે તેમને ઑફર કરવા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે.

છકડા પર બેસી અમદાવાદના રસ્તાઓ પર ફર્યો રણવીર
રણવીર સિંહ ગુજ્જુ બોય "જયેશભાઈ જોરદાર"ના અવતારમાં અમદાવાદ પહોંચ્યો હતો. તેણે છકડામાં બેસી અમદાવાદના રસ્તાઓ પર ફરવાનો લ્હાવો લીધો હતો. રણવીર સિંહને જયેશભાઈ જોરદારના અવતારમાં જોવા અમદાવાદીઓ પણ ઉમટી પડ્યા હતા.

ગુજરાતી થાળી જમ્યો રણવીર
રણવીર સિંહ તેની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતા, જે હાલમાં અમદાવાદમાં છે, પ્રમોશનલ પ્રવૃત્તિઓ દરમિયાન એક વિશાળ ગુજરાતી થાળીનો સ્વાદ માણતો જોવા મળ્યો હતો.

13 મે ના રોજ રિલીઝ થશે ફિલ્મ
જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહ હીરો અને વીરતાની નવી બ્રાન્ડ રજૂ કરશે. આ ફિલ્મને યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બેંકરોલ કરવામાં આવી છે. જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે પણ છે, જે તેણીના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ દિવ્યાંગ ઠક્કરે ડિરેક્ટ કરી છે. તે 13 મે, 2022ના રોજ રિલીઝ થશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
