ગંદા મેકઅપના કારણે રાનૂ મંડલને ટ્રોલ કરનારાને ફેન્સે સંભળાવી ખરીખોટી
લોકોએ રાનૂને જોરદાર ટ્રોલ કરી હતી અને તેની મજાક બનાવી હતી પરંતુ હવે રાનૂ મંડલનો સપોર્ટ કરીને ફેન્સ ટ્રોલર્સની જોરદાર ક્લાસ લઈ રહ્યા છે.
કોલકત્તા રેલવે સ્ટેશન પર ગીત ગઈને ભીખ માંગીને પોતાનુ ગુજરાન ચલાવતી રાનૂ મંડલ આજે સોશિયલ મીડિયાની જાણીતી હસ્તી બની ચૂકી છે. મા સરસ્વતીના અનમોલ વરદાનથી નવાઝવામાં આવેલી રાનૂ મંડલની જિંદગીમાંથી હવે ગુમનામીના વાદળ હટી ગયા છે. સ્વરકોકિલા લતા મંગેશકરના સુપરહીટ વાયરલ ગીતે રાનૂનુ નસીબ બદલી દીધુ છે. રાનૂના વીડિયોને બોલિવુડ સેલિબ્રિટીઝે જોયા અને જોત જોતામાં જ રાનૂ મંડલ આજે દેશનો ચર્ચિત ચહેરો બની ચૂકી છે. તેના હવે ઘણા ફેન્સ બની ચૂક્યા છે.
|
ગંદા મેકએપના કારણે થઈ હતી ટ્રોલ રાનૂ મંડલ
છેલ્લા કેટલાક દિવસોથી તે ગંદા મેકઅપના કારણે સોશિયલ મીડિયા પર ટીકાનો શિકાર બની છે અને તેને આના માટે જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. વાસ્તવમાં કાનપુરની ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચેલી રાનૂ મંડલ પોતાના ભારે ભરખમ મેકઅપના કારણે ટીકાનો શિકાર બની હતી જેના કારણે લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી અને તેની મજાક બનાવી હતી પરંતુ હવે રાનૂ મંડલનો સપોર્ટ કરીને ફેન્સ ટ્રોલર્સની જોરદાર ક્લાસ લઈ રહ્યા છે.
|
રાનૂના ફેન્સે ટ્રોલર્સને આપ્યો આકરો જવાબ
એક ફેને પોતાના ટ્વિટર હેન્ડલથી લખ્યુ કે મને સમજાતુ નથી કે દરેક જણ રાનૂ મંડલના મેકએપની મજાક કેમ ઉડાવી રહ્યા છે. એવુ નથી કે આ બધુ તેમણે પોતાની જાતે કર્યુ છે અને આ વિશે તેમને ખબર છે જ્યારે એક બીજા ફેને ટ્વિટ કરીને લખ્યુ કે સૌથી પહેલા, તમને બધાને લોકોને ટ્રોલ કરવાનુ ઘણુ ગમે છે પરંતુ તેમને ટ્રોલ ના કરો, તે આ બધુ ડિઝર્વ નથી કરતા.
|
હિમેશ રેશમિયાએ આપ્યો બ્રેક
ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા ફોટામાં રાનૂ ડિઝાઈનર કપડા અને હેવી મેકઅપમાં છે. અમુક લોકોએ રાનૂના મેકઅપ મેન પર પણ નિશાન સાધ્યુ છે. તમને જણાવી દઈએ કે રાનૂને સૌથી પહેલા હિમેશ રેશમિયાના રિયાલિટી શો સુપરસ્ટાર સિંગરમાં બોલાવવામાં આવી હતી જ્યાં હિમેશે તેમને પોતાની ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. હિમેશે રાનૂ સાથે ગીત રેકોર્ડ કર્યુ છે. રાનૂના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. આજે દરેક જણ રાનૂને જાણવા ઈચ્છે છે.
|
અભિનેતા-ગાયક પ્રદીપ પાંડે ચિંટુએ કહી આ વાત
તમને જણાવી દઈએ કે રાનૂ મંડલે હિમેશ બાદ અભિનેતા-ગાયક પ્રદીપ પાંડે ચિંટુએ પણ ઑફર આપી છે. તેમણે પણ કહ્યુ છે કે તે બહુ જલ્દી રાનૂ સાથે ગીત રેકોર્ડ કરશે. રાનૂ મંડલ લોકોના દિલોમાં જે ઝડપથી જગ્યા બનાવી રહી છે તે કમાલ છે, જ્યારે મે તેમનુ ગીત સાંભળ્યુ તો હું તેમનો ફેન બની ગયો.












Click it and Unblock the Notifications
