ફરીથી વાયરલ થયો રાનૂ મંડલનો ધમાકેદાર વીડિયો - આ ભાષામાં ગાઈને ચોંકાવ્યા

હાલમાં રાનૂ મંડલનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે ગીત ગાતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી સતત રાનૂ મંડલ છવાયેલી છે અને હાલમાં જ એક ફેન સાથે ખરાબ વર્તન કર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં લોકોના અલગ અલગ મંતવ્ય હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે ગીત ગાતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં તે હિંદીમાં નહિ પરંતુ મલયાલમમાં ગીત ગાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

ranu mondal

ઉલ્લેખનીય છે કે આ વીડિયોને મલયાલમ ટીવી ચેનલ એશિયા નેટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે જેણે જોતજોતામાં ધમાલ મચાવી દીધી છે. રાનૂ મંડલે આ વીડિયોમાં એકલી નથી પરંતુ તેની સાથે જાણીતી પ્લેબેક સિંગર અને હોસ્ટ રિમી તોમી પણ ગીત ગાતી દેખાઈ રહી છે.

રિમી તોમી જેમ જેમ ગીત ગાય છે,રાનૂ મંડલ તેની સાથે સૂરમાં સૂર મિલાવે છે. રાનૂ મંડલના આ અંદાજને જોઈને ત્યાં હાજર લોકો તેના માટે જોરદાર તાળીઓ પણ વગાડી રહ્યા છે અને તે એકદમ સાચુ ગાઈ રહી છે. જો કે રાનૂ મંડલ બંગાળી છે અને તેને મલયાલમ બિલકુલ નથી આવડતી પરંતુ આ વીડિયોમાં પબ્લિક રિસ્પોન્સ જોઈને લાગી રહ્યુ છે કે તેણે સાચુ સાચુ ગાયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X