આલિયા ભટ્ટને રણબીર કપૂરની બહેન રિધિમાએ આપી ભેટ, તસવીરો વાયરલ

બોલિવુડના નવા કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં ખૂબ છવાયેલા છે અને કેમ ન હોય! કારણકે રણબીરે આલિયા સાથે પોતાનો સંબંધ કબુલી લીધો છે.

બોલિવુડના નવા કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં ખૂબ છવાયેલા છે અને કેમ ન હોય! કારણકે રણબીરે આલિયા સાથે પોતાનો સંબંધ કબુલી લીધો છે. હવે તો તેમના પરિવારજનો પણ દીકરાની નવી ગર્લફ્રેન્ડ પર પ્રેમ વરસાવી રહ્યા છે. રણબીર કપૂરની બહેને પણ આલિયાને ભેટ આપવાનું શરૂ કરી દીધુ છે.

રિધિમાએ આલિયાને આપી ભેટ

રિધિમાએ આલિયાને આપી ભેટ

રણબીર કપૂર પોતાની બહેન રિધિમા કપૂર સાહનીની ઘણો નજીક છે. માટે રણબીરની નવી ગર્લફ્રેન્ડને તેના તરફથી ભેટ ન મળે એવુ તો બની જ ન શકે. રિધિમા કપૂર સાહની જાણીતી જ્વેલરી ડિઝાઈનર છે. હાલમાં જ તેણે રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટને એક બ્રેસલેટ ગિફ્ટ કર્યુ હતુ. આ બ્રેસલેટની તસવીર ખુદ આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. રિધિમાનો આભાર વ્યક્ત કરતા તેણે લખ્યુ, ‘આ સુંદર બ્રેસલેટ માટે આભાર રિધિમા કપૂર સાહની.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ્યારે ઈન્ટરનેશનલ પૉપ સિંગર જસ્ટિન બીબર ભારત આવ્યા હતા ત્યારે પણ રિધિમાંએ તેમના માટે કસ્ટમાઈઝ બ્રેસલેટ મોકલ્યુ હતુ.

આલિયાના ફોટા પર પ્રેમભરી કમેન્ટ

આલિયાના ફોટા પર પ્રેમભરી કમેન્ટ

રણબીરની મા નીતુ કપૂરે તો પહેલેથી જ આલિયા પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધુ છે. નીતુ ઘણી વાર આલિયાના ફોટા પર પ્રેમભરી કમેન્ટ કરે છે જેનો જવાબ આલિયા પણ ખૂબ પ્રેમથી આપે છે.

અભિનેત્રી અને માણસ તરીકે આલિયા બહુ સારી છે

અભિનેત્રી અને માણસ તરીકે આલિયા બહુ સારી છે

આલિયા અને રણબીરના લિંક અપના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ હવે આ સંબંધ ખુદ રણબીરે કન્ફર્મ કરી દીધો છે. હાલમાં જ જીક્યુ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીરે કહ્યુ હતુ કે, ‘આ બધુ હજુ બહુ નવુ છે અને હું આના વિશે બોલવા નથી ઈચ્છતો. આને હજુ સમયની જરૂર છે. એક અભિનેત્રી અને માણસ તરીકે આલિયા બહુ સારી છે. જ્યારે હું તેને કામ કરતા જોવુ છુ તો પ્રેરિત થઉ છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X