'મે તો બસ મજાક...', પત્ની આલિયાની બૉડી શેમિંગ કરીને ટ્રોલ થયો રણબીર, તો માંગવી પડી માફી
રણબીરે આલિયાના શરીર પર કમેન્ટ કરવા માટે માફી માંગી છે. તેણે આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે.
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટના શરીર પર કોમેન્ટ કરી હતી. જે બાદ આલિયાના ફેન્સ રણવીરને ટ્રોલ કરવા લાગ્યા. જો કે, હવે રણબીરે આ માટે માફી માંગી છે. તેણે આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે.

બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન કરી કમેન્ટ
તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે આલિયા ભટ્ટના વધતા વજન વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત પસંદ ન આવી. સગર્ભા પત્નીની મજાક ઉડાવવા બદલ યુઝર્સે રણબીરની આકરી ટીકા કરી હતી. અભિનેતાએ હવે આ માટે માફી માંગી છે.

ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ
રણબીર, આલિયા અને અયાન તાજેતરમાં બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે યુટ્યુબ લાઈવ સેશનમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન રણબીર અને આલિયાને પૂછવામાં આવ્યુ કે તેઓ તેમની ફિલ્મનુ પ્રમોશન કેમ નથી કરી રહ્યા. વાતચીતની ક્લિપ રેડિટ અને ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી.

યુઝર્સે કરી રણબીરની ટીકા
આલિયા આ દરમિયાન વાત કરી રહી હતી એ દરમિયાન રણબીરે તેની પત્નીના બેબી બમ્પ તરફ ઈશારો કરીને મજાક કરી. યુઝર્સને રણવીરની આ કોમેન્ટ પસંદ ગમી નહિ. આ પછી યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી.

'હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરુ છુ'
રણબીર બુધવારે બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે ચેન્નાઈ પહોંચ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે શું તે આલિયા વિશેની ટિપ્પણી પર સ્પષ્ટતા કરવા માંગે છે. તેણે કહ્યુ હા, ચોક્કસ. સૌ પ્રથમ, હું મારી પત્નીને પ્રેમ કરુ છુ જે મારા જીવનમાં છે.

હું બધાની માફી માંગુ છુ
મેં તો મજાકમાં કહ્યુ હતુ પરંતુ તેમ છતાં આનાથી કોઈને દુઃખ થયુ હોય તો માફ કરશો. મારો મતલબ કોઈને દુઃખ આપવાનો નહોતો. તેમ છતાં મારાથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફ કરશો. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. જૂનમાં આલિયાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની ગર્ભાવસ્થાના સમાચારની જાહેરાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
