રણવીર સિંહના ફોટોશૂટ પર રામગોપાલ વર્માનુ મોટુ નિવેદનઃ મહિલા પોતાની બૉડી બતાવી શકે તો પુરુષ કેમ નહિ
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા પણ રણવીરના સમર્થનમાં સામે આવ્યા છે. જાણો શું કહ્યુ.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જ્યાં કેટલાક લોકો પેપર મેગેઝિન માટે કરવામાં આવેલા આ ફોટોશૂટનુ સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ન્યૂડ તસવીરો માટે રણવીર સિંહની ટીકા કરી રહ્યા છે. આ મામલે કેટલાક લોકો રણવીર સિંહનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં રણવીર સિંહ વિરુદ્ધ પોલિસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોએ રણવીર સિંહનું સમર્થન કર્યું છે. હવે ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા પણ રણવીરના સમર્થનમાં સામે આવ્યા છે.

'પુરુષ કેમ નથી બતાવી શકતા પોતાની બૉડી'
હાલમાં જ પોતાની માર્શલ આર્ટ ફિલ્મ 'ગર્લ' માટે ચર્ચામાં રહેલા રામ ગોપાલ વર્માએ કહ્યુ છે કે રણવીરનુ ન્યૂડ ફોટોશૂટ જેન્ડર ઈક્વાલિટીનુ શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયુ છે. રામ ગોપાલ વર્માએ ઈટાઈમ્સ સાથે વાત કરતા કહ્યુ કે વિચારો, આ તેમની રીત છે જાતિ સમાનતાની માંગ કરવાની. જો મહિલા પોતાનુ સેક્સી શરીર બતાવી શકે છે તો પુરુષ કેમ ન બતાવી શકે.

આ પ્રકારના ફોટોશૂટ કોઈ ખોટુ કામ નથી
રામ ગોપાલ વર્માએ વધુમાં કહ્યુ - તે તદ્દન એક ઢોંગ છે કે પુરુષોને અલગ-અલગ ધોરણો દ્વારા જજ કરવામાં આવે. પુરુષોને પણ મહિલાઓની જેમ સમાન અધિકાર મળવા જોઈએ. તે સ્ક્રીન પર કપડા વગર પણ પોતાનુ શરીર બતાવી શકે છે અને તેમાં કંઈ ખોટુ નથી. આવી સ્થિતિમાં રણવીર સિંહે તેનો વિરોધ કરવામાં કોઈ ખોટુ નથી કર્યુ.

જેન્ડર ઈક્વાલિટી પર પોતાનો પક્ષ જણાવ્યો
'ક્લાઈમેક્સ' અને 'નેકેડ' જેવી એડલ્ટ ફિલ્મો બનાવી ચૂકેલા રામ ગોપાલ વર્માએ આગળ કહ્યુ- મને લાગે છે કે ભારત હવે આખરે તે સ્થાને પહોંચી ગયુ છે. મને લાગે છે કે રણવીર સિંહે આના દ્વારા જેન્ડર ઈક્વાલિટી પર પોતાનુ સ્ટેન્ડ રજૂ કર્યુ છે. રણવીર સિંહે જે પણ કર્યુ છે તે યોગ્ય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
