રાજૂ શ્રીવાસ્તવની હેલ્થ વિશે આવી નવી અપડેટ, હજુ પણ બેભાન પરંતુ હવે...
દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજૂ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્લીની એઈમ્સ હૉસ્પિટલમાં બેભાન છે. જાણો તેને લેટેસ્ટ હેલ્થ અપડેટ.
મુંબઈઃ દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજૂ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્લીની એઈમ્સ હૉસ્પિટલમાં બેભાન છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિમાં હજુ સુધી કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ડૉકટરોના જણાવ્યા અનુસાર કેટલીકવાર તે હળવી પ્રતિક્રિયા આપે છે પરંતુ તે હજુ સુધી ભાનમાં નથી આવ્યા અને તે હજુ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પરિવાર તરફથી કહેવામાં આવ્યુ છે કે રાજુ શ્રીવાસ્તવ ઠીક થઈ જશે પરંતુ તેમાં ઘણો સમય લાગશે.

રાજૂ શ્રીવાસ્તવની નવી હેલ્થ અપડેટ
અહેવાલ છે કે ગયા ગુરુવારે તેમને હળવો તાવ પણ આવ્યો હતો. જો કે તેમના હૃદયના ધબકારા અને બીપી હાલમાં નોર્મલ છે. રાજૂ શ્રીવાસ્તવના નજીકના પારિવારિક મિત્ર ડૉ. અનિલ મોરારકાએ જણાવ્યુ હતુ કે રાજૂને થોડા દિવસો પહેલા ઈન્ફેક્શન થયુ હતુ પરંતુ તે ઈન્ફેક્શન પછીથી ઠીક થઈ ગયુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ઈન્ફેક્શનને કારણે તાવ આવ્યા બાદ ડૉક્ટરોની ટીમે કોઈને પણ અંદર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. માત્ર તેમની પત્ની શિખા શ્રીવાસ્તવ અને પુત્રી અંતરાને રાજુના રૂમમાં જવા દેવામાં આવે છે અને તે પણ તમામ સાવચેતીઓ સાથે.

હેલ્થમાં થઈ રહ્યો છે હળવો સુધારો
આ દરમિયાન એવા સમાચાર છે કે રાજૂ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો થયો છે પરંતુ તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને ડૉકટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે. તબીબોના મતે રાજુ શ્રીવાસ્તવ માટે યોગ્ય સારવાર માટે તેમનુ ભાનમાં આવવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હજુ સુધી શક્ય બન્યુ નથી. તેમ છતાં રાજૂ શ્રીવાસ્તવ તેમની આંગળીઓ અને અંગૂઠાને હળવી હલાવી રહ્યા છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે ભાનમાં આવ્યા નથી.

ડૉક્ટરોની દેખરેખમાં રહેશે રાજૂ
આ પહેલા પણ ડૉક્ટરોએ કહ્યુ હતુ કે રાજૂની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો છે. તેમની તબિયતમાં થોડો સુધારો અનુભવાયો હતો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર રાજૂ શ્રીવાસ્તવને હજુ થોડા દિવસો વેન્ટિલેટર પર રાખવામાં આવશે અને ડૉક્ટર્સ પણ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખશે.

રાજૂની પત્નીએ કરી હતી આ ભલામણ
થોડા દિવસો પહેલા રાજૂ શ્રીવાસ્તવની તબિયતને લઈને ઘણા ખોટા સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આ પછી રાજૂ શ્રીવાસ્તવની પત્ની શિખાએ કેમેરા પર કહ્યુ હતુ- હું દરેકને વિનંતી કરુ છુ કે રાજૂના સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ન ફેલાવો. અમને અમારી આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા નથી જોઈતી, બસ અમને સકારાત્મક ઉર્જાની જરૂર છે. તે જલ્દી પાછો આવશે. ડૉકટરો તેમનુ કામ સારી રીતે કરી રહ્યા છે.
|
ભત્રીજાએ આપી આ હેલ્થ અપડેટ
રાજૂ શ્રીવાસ્તવના ભત્રીજાએ ઈ-ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રાજૂજીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તેઓ હજુ સુધી ભાનમાં આવ્યા નથી. હા, તેમણે ઘણી વખત તેમની આંખો ખોલી છે અને હાથ પણ હલાવ્યા છે પરંતુ આટલુ પૂરતુ નથી. તેઓ સંપૂર્ણ સભાન નથી. યોગ્ય સારવાર માટે તેઓ ભાનમાં આવે તે જરૂરી છે. ડૉક્ટરો કહે છે કે તે ઠીક થઈ જશે પરંતુ તેમાં ઘણો સમય લાગશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
