2018 ની છઠ્ઠી બ્લોકબસ્ટર બની આ ફિલ્મ, શાનદાર કલેક્શન
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી વર્ષ 2018 ની છઠ્ઠી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ ચુકી છે.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી વર્ષ 2018 ની છઠ્ઠી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ ચુકી છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં 60 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ વર્ષ 2018 ની સુધી વધારે પ્રોફિટ કમાવનાર ફિલ્મોની લિસ્ટમાં જોડાઈ ગયી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષ નાના બજેટની ફિલ્મોનું રહ્યું છે.
બોક્સઓફિસ વિશે વાત કરવામાં આવે તો પદ્માવત થી શાનદાર શરૂઆત પછી લગભગ દર મહિને કોઈ એક ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ ચુકી છે. વર્ષ 2018 દરમિયાન પદ્માવત અને સંજુ ફિલ્મે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. વર્ષ 2018 બોક્સઓફિસ મામલે અત્યારસુધીમાં સૌથી શાનદાર રહ્યું છે.
આ પણ વાંચો: સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો
આવનારા ચાર મહિનાઓમાં ઘણી મોટી અને શાનદાર વિષયો પર બનતી ફિલ્મો આવી રહી છે, જેની પાસે ઘણી આશા રાખવામાં આવી રહી છે. આમિર ખાનની ઠગ ઓફ હિન્દુસ્તાન, શાહરુખ ખાનની ઝીરો અને રણવીર સિંહની સિમ્બા, 2.0 ફિલ્મ પાસે ઘણી આશા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બાહુબલી 2 સાથે જબરજસ્ત ટક્કર, 1000 કરોડ ક્લબમાં સામેલ થશે આ ફિલ્મ
અહીં જાણો 2018 માં સૌથી વધુ પ્રોફિટ કરનાર ફિલ્મો-

સોનૂ કે ટીટૂ કી સ્વીટી
લવ રંજનની આ રોમેન્ટિક કૉમેડી 2018 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. 24 કરોડની આ ફિલ્મએ 109 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 352.95% નફો કમાયો છે.

સંજૂ
રણબીર કપૂરની સંજુએ બધી ફિલ્મોને પાર કરી ટોપ 2 માં એન્ટ્રી મેળવી લીધી છે. 80 કરોડની આ ફિલ્મએ 326.52 ટકા નફાની કમાણી કરી છે.

રાઝી
રાઝી સીધા ત્રીજા નંબર પર આવી ચુકી છે. 30 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મએ લગભગ 310 ટકા નફાની કમાણી કરી છે.

બાગી 2
ટાઇગર શ્રોફની બાગી 2 ને 175% નફો થયો છે. 60 કરોડની આ ફિલ્મએ 165 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

સ્ત્રી
રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 20 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. જ્યારે ફિલ્મએ 5 દિવસમાં 60 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

હિચકી
20 કરોડ રૂપિયાના બજેટ પર બનેલી રાની મુખર્જીની હિચકી એ 46 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 130.85% નફો કમાયો છે.

વીરે ડી વેડિંગ
કરિના કપૂર, સોનમ કપૂર સ્ટારર આ ફિલ્મએ 80.23 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું બજેટ 35 કરોડ હતું. ફિલ્મએ 129.22% નફો કમાયો છે.

સત્યમેવ જયતે
40 કરોડમાં બનેલી જ્હોન અબ્રાહમની આ ફિલ્મએ લગભગ 89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ 120 ટકા નફો કમાયો છે.

પરમાણુ
જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મએ 117.86% નફો કમાયો છે. 30 કરોડની આ ફિલ્મએ 65 કરોડનું લાઈફટાઈમ કલેકશન કર્યું છે.

પેડમેન
અક્ષય કુમારની ફિલ્મ પેડમેનએ 113.37 ટકા નફો કમાયો છે. 37 કરોડની આ ફિલ્મએ 78 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હિટ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
