Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, પોર્નોગ્રાફી કેસમાં મુંબઇ કોર્ટે જામીન અરજી ફગાવી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની અશ્લીલતાના કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા 14 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં છે. આ દરમિયાન મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની અશ્લીલતાના કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા 14 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં છે. આ દરમિયાન મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અશ્લીલતા મામલે રાજ કુંદ્રા અને તેના આઇટી ચીફ રાયન થોર્પની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

Raj Kundra

રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ તેમની વિશે રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. રાજ કુંદ્રાનો બિઝનેસ સવાલોના ઘેરા હેઠળ છે. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો પણ આરોપ છે. આવી સ્થિતિમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. પ્રથમ, જ્યાં કોર્ટે કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અને હવે તેને બીજો મોટો ઝટકો લાગ્યો છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને તેના આઇટી ચીફ રાયન થોર્પની જામીન અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી, જેને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે ફગાવી દીધી હતી. આ અગાઉ મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે રાજ વકીલની સુનાવણી કર્યા વિના રાજ કુંદ્રાને તાત્કાલિક રાહત આપવાનો આદેશ તેઓ પાસ કરી શકશે નહીં. હવે આ કેસની આગામી સુનાવણી 29 જુલાઈએ હાઈકોર્ટમાં થશે.

આ સાથે જ આ સમગ્ર મામલામાં મુંબઇ પોલીસે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શિલ્પા રાજની કંપનીઓમાં ભાગીદાર નથી. જોકે પોલીસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ કેસમાં તેમને હજી ક્લીનચીટ આપવામાં આવી નથી, પરંતુ આ કેસમાં તપાસ ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X