સોફી ટર્નરના આરોપો પર પ્રિયંકા ચોપડાના જેઠ જો જોનસે કર્યો ખુલાસો, ઘરમાં ચાલી રહ્યો છે કંકાશ
Priyanka Chopra: બૉલિવુડ તેમજ હૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક તરફ પ્રિયંકા ચોપડાની નાની બહેન પરિણીતિ ચોપડાના લગ્નની ધામધૂમ ચાલી રહી છે તો બીજી તરફ પ્રિયંકા ચોપડાના જેઠ અને જેઠાણી જો જોનસ અને સોફી ટર્નર વચ્ચે છૂટાછેડાને લઈને ઘરમાં કંકાશ ચાલી રહ્યો છે.
હવે આ બધાની વચ્ચે નિક જોનસના ભાઈ અને પ્રિયંકાના જેઠ (જો જોનસ)એ પોતાનો મત વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલો એવો છે કે સોફીએ તેના પતિ જો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સોફીએ આરોપ લગાવ્યો છે કે જો જોનસે બાળકોના પાસપોર્ટ પોતાની પાસે રાખ્યા છે, જેથી તે બાળકોને પોતાની પાસે રાખી શકે.

સોફીએ વધુમાં કહ્યુ કે તેણે બાળકોની ઈંગ્લેન્ડ વાપસી પર રોક લગાવી દીધી છે. આ અંગ્રેજી કાયદા હેઠળ માતાના અધિકારોનું ઉલ્લંઘન છે. ઇંગ્લેન્ડ બાળકોનું અસલી ઘર છે. આ સ્થિતિમાં, સોફી ઇચ્છે છે કે જો જોનસ તેમને પાસપોર્ટ સોંપી દે અને તે તેની પુત્રીઓ સાથે ઇંગ્લેન્ડ જતી રહે.
હવે જો જોનસે સોફી ટર્નરના આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે જ્યારે અપહરણ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે ગેરમાર્ગે દોરવા જેવો બની જાય છે. ખરાબ સમયમાં કાયદાકીય વ્યવસ્થાનો દુરુપયોગ થાય છે.
સૂત્રો મુજબ જાણવા મળ્યુ છે કે જોનસ, જે તેના બે બાળકોની જવાબદારીઓ વહેંચવા માટે તૈયાર છે, તે ઈચ્છે છે કે તેની પુત્રીઓનો ઉછેર યુકે અને યુએસ બંનેમાં થાય પરંતુ કદાચ સોફી આના પર સહમત નથી.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાના જેઠ અને જેઠાણી જો જોનસ અને સોફીને બે બાળકો છે. પહેલી દીકરીનું નામ વિલા છે જે ત્રણ વર્ષની છે અને બીજી દીકરી માત્ર 14 મહિનાની છે. આવી સ્થિતિમાં બાળકો માટે અત્યારે મુશ્કેલ સમય છે.
એવું જાણવા મળ્યું છે કે જો જોનસે ફ્લોરિડામાં છૂટાછેડા દાખલ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. આવી સ્થિતિમાં ફ્લોરિડા કોર્ટે પહેલા જ બાળકોના માતા-પિતાને આદેશ આપ્યો હતો કે તેમને બાળકો સાથે ક્યાંય બહાર જવાની પરવાનગી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
