પ્રિયંકાએ પોતાની પદ્મ શ્રી પાર્ટીમાં આત્મહત્યા મામલે ચુપ્પી તોડી
વિશ્વસુંદરી અને ત્યાર બાદ બોલીવૂડ અને હોલીવૂડની સફળ અભિનેત્રી તરીકે પોતાની આગવી ઓળખ સાબિત કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જે બાદ તેણે પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સન્માનમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ અને તેના પરિવારજનો અને મિત્રો સાથે મીડિયા હાજર રહ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકાએ પોતાને મળેલા સન્માન વિષે જણાવતા કહ્યું હતું કે "મને ભારતીય હોવા પર ગર્વ છે અને સમગ્ર વિશ્વમાં ભારત જેવો કોઇ બીજો દેશ નથી."
વધુમાં તેણે પોતાના પદ્મશ્રી એવોર્ડને અત્યાર સુધીનો પોતાનો બેસ્ટ એવોર્ડ જણાવ્યો હતો. સાથે જ એક જાણીતા અખબારને તેણે પોતાની આત્મહત્યા મામલે ઉઠેલા સવાલો અંગે પણ સ્પષ્ટતા આપી હતી. ત્યારે ગોલ્ડન આઉટફીટમાં ખૂબ જ આકર્ષક લાગતી પ્રિયંકા ચોપડાની આ પાર્ટી કેવી હતી. અને તેણે પદ્મશ્રી સન્માનથી લઇને બરાક ઓબામા, આત્મહત્યા વિવાદ અંગે શું શું પ્રતિક્રિયા અને ટિપ્પણી આપી તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડર...

ગોલ્ડન ગર્લ in ગોલ્ડ આઉટફિટ
પ્રિયંકા ચોપડા તેના પદ્મશ્રી મળ્યાની પાર્ટીમાં નેટ ટાઇપના ગોલ્ડન આઉટફિટમાં આવી હતી. અને ખરેખરમાં તે આ ગોલ્ડન આઉટફિટમાં લાગી રહી હતી ગોલ્ડન ગર્લ.

શું કહ્યું સન્માન માટે
પદ્મશ્રી વિષે મીડિયા સાથે વાતચીત કરતા પ્રિયંકા ચોપડા કહ્યું કે મને ગર્વ છે કે હું ભારતીય છું અને આ એવોર્ડ મારો અત્યાર સુધીનો બેસ્ટ એવોર્ડ છે.

આત્મહત્યા મામલે
નોંધનીય છે કે પ્રત્યુષા આત્મહત્યા કેસ બાદ પ્રિયંકા ચોપડાના એક્સ મેનેજર પ્રકાશ રાજૂએ પ્રિયંકાએ પણ બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેવો આક્ષેપ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કર્યો હતો. જે પર પણ પ્રિયંકાએ આ પાર્ટીમાં ચુપ્પી તોડી હતી.

આત્મહત્યા મામલે પ્રતિક્રિયા
આત્મહત્યા કરવાની વાત તદ્દન ખોટી ગણાવી પ્રિયંકાએ કહ્યું કે "ભારતીય મીડિયા એક તેવા વ્યક્તિ પર વિશ્વાસ કરી રહી છે જે માણસ મને ત્રાસદી આપવા માટે જેલ જઇ ચૂક્યો છે. તે પણ સચ્ચાઇ જાણ્યા વગર. મારે આ મામલે કંઇ પણ નથી કહેવું કારણ કે ના તો આ ખબરમાં સચ્ચાઇ છે ના તે માણસમાં.

પ્રત્યૂષા વિષે પ્રિયંકા આ કહ્યું
પ્રત્યૂષાની મૃત્યુ પર દુખ વ્યક્ત કરતા પ્રિયંકાએ કહ્યું કે "કોઇ પણ સચ્ચાઇ નથી જાણતું. અને કોઇએ પણ તે શોધવા કે જાણવાનો પ્રયાસ ના કર્યો કે તે 24 વર્ષીય યુવતી કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ હશે...લોકો અકારણ જ તેની વિષે વાતો કરી રહ્યા છે. પણ ખરેખરમાં અત્યાર તેને અને તેના પરિવાર જોયતું માન આપવું જોઇએ"

આત્મહત્યા મામલે
જો કે આત્મહત્યાને અંતિમ માર્ગ સમજતા લોકો અંગે ટિપ્પણી કરતા પ્રિયંકાએ વિવાદસ્પદ વાત કહી. તેણે કહ્યું કે "હોસ્ટેલ અને કોલેજમાં અનેક યુવાન લોકો આત્મહત્યા કરે છે. તે કેમ કોઇના માટે પોતાની જાતે મારે છે! કોઇના માટે પ્રાણ આપવાના બદલે હું તે વ્યક્તિને પ્રાણ લેવા વધુ યોગ્ય માનીશ"

બરાક ઓબામા
નોંધનીય છે કે પ્રિયંકા ચોપડાને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ડિનર કરવાનું આમંત્રણ મળ્યું છે પર પ્રિયંકા કહ્યું કે તે ભાગ્યશાળી છે કે મને આવો અવસર મળ્યો. જો હું તેમને મળીશ તો ચોક્કસ પુછીશ કે શું તમે તમારા અંતિમ ટેન્યોરમાં વાઇટ હાઉસમાં પાર્ટી કરશો?

પ્રિયંકા ક્યારે ફરશે ભારત?
મીડિયા દ્વારા પ્રિયંકાની બોલીવૂડ વાપસી અંગે પૂછાતા પ્રિયંકાએ કહ્યું હતું કે બેવોચ અને ક્વાંટિકોના શૂટિંગમાં હાલ તો ખૂબ જ વ્યસ્ત છે. એટલે પાક્કું નથી કહી શકતી કે હું ક્યારે પાછી આવીશ.

પ્રાઉડ ગર્લ
જો કે હાલમાં પ્રિયંકાએ હોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ બનાવીને પોતાની સાથે જ ભારતનું પણ નામ અને ગૌરવ વધાર્યું છે જે દરેક ભારતીય માટે એક ગર્વની વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
