Priyanka Chopra : ભાઈના લગ્નમાં ફૂલ ગુલાબી થઈને પહોંચી દેશી ગર્લ, જુઓ ફોટો
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ખૂબસૂરતીનો જાદુ ફેલાવી ચુકેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સતત ચર્ચામાં રહે છે. આજકાલ પ્રિયંકા તેના ભાઈના લગ્નમાં વ્યસ્ત છે.
ભાઈના લગ્નમાં પહોંચેલી પ્રિયંકા ચોપરાનો ફૂલ ગુલાબી અવતાર સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડ્યો છે. ગુલાબી લુકમાં દેશી ગર્લ એકદમ બાર્બી ડોલ લાગી રહી છે.

પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપવા ભારત પહોંચી છે. પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા ટૂંક સમયમાં નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપરાની તેના ભાઈના પ્રી-વેડિંગ ફંક્શનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પિંક કલરની સાડીમાં પ્રિયંકા બાર્બી ડોલ બનીને પહોંચેલી જોઈ શકાય છે.
વાયરલ થઈ રહેલા ફોટોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગુલાબી સાડી સાથે મોતીનો હાર પહેર્યો છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા પોતાના લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા બ્લેક કલરની હેન્ડબેગ લઈને જતી જોવા મળી રહી છે. ફોટામાં પ્રિયંકા તેના લુકથી તેના ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે.
ફોટોમાં પ્રિયંકા ચોપરા પૈપ્સને બાય કહેતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
તસ્વીરોમાં પ્રિયંકા ચોપરા તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં દેસી ગર્લની સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના બની રહ્યાં છે.
જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપરા લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં પોતાની આગામી ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન તે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને સતત મૂવી સંબંધિત અપડેટ્સ આપતી રહે છે.












Click it and Unblock the Notifications
