પ્રિયંકા અને નિક નવા વર્ષની શરૂઆતમાં રોમેન્ટિક મુડમાં, કિસ કરતો ફોટો વાયરલ!
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને સિંગર નિક જોનાસે અમેરિકામાં નવું વર્ષ ઉજવ્યું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે નવા વર્ષની શરૂઆત રોમેન્ટિક રીતે કરી હતી.
મુંબઈ, 01 જાન્યુઆરી : અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને સિંગર નિક જોનાસે અમેરિકામાં નવું વર્ષ ઉજવ્યું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે નવા વર્ષની શરૂઆત રોમેન્ટિક રીતે કરી હતી. પ્રિયંકા ચોપરા સાથેની રોમેન્ટિક તસવીર શેર કરીને તેના પતિ નિક જોનાસે લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકા અને નિકની આ તસવીર વાયરલ થઈ છે. નિક જોનાસે શેર કરેલી તસવીરમાં પ્રિયંકા નિક જોનાસને કિસ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકા અને નિક હંમેશા સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

નિક જોનાસે કહ્યું- મારી નવા વર્ષની કિસ
આ તસવીર શેર કરતાં નિક જોનાસે લખ્યું કે, માય ફોરએવર ન્યૂ યર કિસ. આ ફોટોમાં નિક અને પ્રિયંકા બંનેએ સફેદ આઉટફિટ પહેર્યા છે. નિક નેટ શર્ટમાં અને પ્રિયંકા સિલ્ક ડ્રેસમાં જોવા મળી રહી છે. પ્રિયંકા અને નિકની આ તસવીરો પર ફેન્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ઓહ તમે લોકો ખૂબ જ ક્યૂટ છો, બીજાએ ટિપ્પણી કરી, તમે બંને એકસાથે ખૂબ સુંદર લાગો છો, નવા વર્ષની શુભેચ્છાઓ! હું તને ખૂબ પ્રેમ કરું છું.
નિક અને પ્રિયંકા માટે વર્ષ 2021 કેવું રહ્યું?
વર્ષ 2021માં નિક અને પ્રિયંકા બંને ખૂબ જ વ્યસ્ત હતા. કામની વાત કરીએ તો બંને પાસે ઘણા પ્રોજેક્ટ હતા. નિક તેના અલગ-અલગ મ્યુઝિક કોન્સર્ટમાં વ્યસ્ત હતો. તો ત્યાં પ્રિયંકા ચોપરા તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. હાલમાં જ પ્રિયંકાની ધ મેટ્રિક્સ રિસર્ક્શન ફિલ્મ રિલીઝ થઈ છે. તે તેના શો સિટાડેલ માટે યુએસ અને યુકે વચ્ચે શૂટિંગ કરી રહી હતી. પ્રિયંકા હાલમાં જ જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટમાં પણ જોવા મળી હતી.

કેવી રીતે શરૂ થઈ પ્રિયંકા અને નિકની લવ સ્ટોરી?
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મેટ ગાલા 2017 ગ્રાન્ડ ફેશન ઇવેન્ટમાં મળ્યા હતા. મેટ ગાલા 2017માં પ્રિયંકા ચોપરાએ ડિઝાઇનર રાલ્ફ લોરેનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન પ્રિયંકા અને નિક મિત્ર બન્યા અને મામલો આગળ વધ્યો. પ્રિયંકા ચોપરાને રિંગ સાથે પ્રપોઝ કરવા માટે નિજ જોનાસે ન્યૂયોર્કના ટિફની સ્ટોરમાંથી વીંટી લીધી હતી. લંડનમાં રજાઓ ગાળતી વખતે તેણે પ્રિયંકાને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકા અને નિકના લગ્ન 2018માં ઉમેદ ભવન પેલેસ રાજસ્થાનમાં થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
