પ્રીતિ ઝિંટા પરિવાર સાથે પહોંચી હાટકોટી મંદિર, બાળકોનુ કરાવ્યુ મુંડન, Video વાયરલ
Preity Zinta: બૉલિવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા હાલમાં તેના પતિ જિન ગુડઈનફ સાથે વિદેશમાં રહે છે, પરંતુ આજે પણ તે પોતાની પરંપરાઓ અને સંસ્કારોને ભૂલી નથી. સોમવારે તે પોતાના પતિ અને જોડિયા બાળકો સાથે શિમલાના હાટકોટી મંદિર પહોંચી ગઈ
અહીં તેણે પોતાના બંને બાળકોના મુંડન સંસ્કાર કર્યા. પ્રીતિ ઝિન્ટાને ત્યાં અચાનક જોઈને ત્યાં હાજર લોકો ખુશ થઈ ગયા અને સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા. પ્રીતિએ પણ કોઈને નિરાશ ન કર્યા અને લોકો સાથે ફોટા ક્લિક કરાવ્યા.

તમને જણાવી દઈએ કે પ્રીતિ સવારે દસ વાગે પરિવાર સાથે મંદિર પહોંચી હતી. આ તેમના કુળદેવીનું મંદિર પણ છે. પ્રીતિની સાથે તેની માતા નીલ પ્રભા ઝિન્ટા અને ભાઈ કર્નલ દીપાંકર ઝિન્ટા પણ હતા. મંદિરના લોકોને તેમના આગમન વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી, તેથી તેમના આગમન પહેલા જ ત્યાં પૂજા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રીતિનો મંદિર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રીતિ ઝિંટાએ પણ મુંડન સંસ્કાર અને પૂજા પાઠ બાદ 12:15 વાગ્યા સુધી હાટકોટી રેસ્ટ હાઉસમાં સમય વિતાવ્યો હતો. તેણે ફેન્સ સાથે ક્લિક કરેલા ફોટા ચોક્કસ પડાવ્યા પરંતુ તેણે બાળકોની તસવીરો મીડિયાના કેમેરામાં કેદ થવા દીધી નહીં. દર્શન કર્યા બાદ પ્રીતિ પરિવાર સાથે તેના મામાના ઘરે ગઈ હતી. તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા મૂળભૂત રીતે સિયાઓ ગામની રહેવાસી છે.
મૉડલિંગ અને બૉલીવુડમાં નામ કમાયા પછી પ્રીતિએ પોતાનાથી દસ વર્ષ નાના જિન ગુડઈનફ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે જોડિયા પુત્રો છે. લગ્ન બાદ પ્રીતિ ઝિંટા ફિલ્મોથી દૂર છે પરંતુ તે સમાચારોથી દૂર નથી રહેતી. તે કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલ ટીમની સહ-માલિક છે અને આ દિવસોમાં આઈપીએલ 2023ની સીઝન ચાલી રહી છે, તેથી તે ઘણીવાર મેચ દરમિયાન ટીમને ચીયર કરતી જોવા મળે છે.
ફિલ્મ 'સોલ્જર'થી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર પ્રીતિ ઝિન્ટાને બબલી આર્ટિસ્ટ કહેવામાં આવે છે. તેણે 'ક્યા કહેના', 'કલ હો ના હો', 'કોઈ મિલ ગયા', 'દિલ ચાહતા હૈ', 'સલામ નમસ્તે', 'દિલ સે' અને 'કભી અલવિદા ના કહેના' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે હિન્દી સિનેમાની લોકપ્રિય અને મોંઘી અભિનેત્રીઓમાંની એક રહી છે.












Click it and Unblock the Notifications
