ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા માટે પૉપસ્ટાર રિહાનાને આપવામાં આવ્યા 18 કરોડ, ચોંકાવનારો ખુલાસો!
એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતો પર પોસ્ટ કરવા માટે રિહાનાને કેનાડાની પીઆર ફર્મે 18 કરોડ રૂપિયા આપ્યા.
ખેડૂત આંદોલન માટે હોબાળો ત્યારે વધી ગયો જ્યારે અમેરિકન સિંગર રિહાનાએ ખેડૂતોના સમર્થનમાં એક પોસ્ટ કરી. તેની આ પોસ્ટનો વિરોધ કરવા માટે બૉલિવુડ સ્ટાર્સની લાંબી લાઈન લાગી ગઈ. હવે ખુદ રિહાના વિવાદોમાં ઘેરાતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતો પર પોસ્ટ કરવા માટે રિહાનાને કેનાડાની પીઆર ફર્મે 18 કરોડ રૂપિયા આપ્યા. જે ખાલિસ્તાન સમર્થક સાથે જોડાયેલી છે. રિહાના સાથે જોડાયેલ આ રિપોર્ટ સામે આવ્યા બાદ એક વાર ફરીથી વિવાદ વધતો દેખાઈ રહ્યો છે. એ જણાવવામાં આવી રહ્યુ છે કે કેનાડાની સંસ્થા પોએટીક જસ્ટીસ ફાઉન્ડેશને ખેડૂત આંદોલન માટે વિશ્વ સ્તરે કેમ્પેઈન ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કેનાડાની બહાર ઘણા રાજકીય નેતા અને કાર્યકર્તા ખેડૂત આંદોલનનો સાથ આપી રહ્યા છે.

સ્કાઈ રૉકેટ નામની પીઆર ફર્મ
ધ પ્રિન્ટના રિપોર્ટ અનુસાર સ્કાઈ રૉકેટ નામની પીઆર ફર્મે રિહાનાને ખેડૂતોના સમર્થનમાં પોસ્ટ કરવા માટે 2.5 મિલિયન ડૉલરની રકમ આપી. જો કુલ 18 કરોડ રૂપિયા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે જે પોસ્ટ શેર કરી હતી તે પણ ભારત વિરુદ્ધ નફરત પેદા કરવા માટે તેમના સુધી પહોંચાડવામાં આવી હતી.

ખાલિસ્તાન સમર્થક
રિહાનાને જે પીઆર ફર્મમાંથી પૈસા આપવામાં આવ્યા છે તેના ડાયરેક્ટર ધાલીવાલ ખાલિસ્તાન સમર્થક છે. તેણે ગયા વર્ષે એક પોસ્ટ દ્વારા ખુદ આનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે ખાલિસ્તાન એક વિચાર છે. હું એક ખાલિસ્તાની છુ.

રિહાનાની આ પોસ્ટને 2.20 લાખ લોકોએ રી-ટ્વિટ કરી
તમને જણાવી દઈએ કે રિહાનાએ ખેડૂત આંદોલન પર એક અમેરિકી ન્યૂઝ ચેનલના સમાચાર શેર કરીને લખ્યુ હતુ કે આપણે ભારતના ખેડૂત આંદોલન પર કેમ વાત નથી કરી રહ્યા? રિહાનાની આ પોસ્ટને 2.20 લાખ લોકોએ રી-ટ્વિટ કરી છે. ઉલ્લેખનીય છે કે રિહાના ઈન્ટરનેશનલ સ્ટાર છે. દેશના ખેડૂત આંદોલન પર તેનુ સમર્થન એક મોટો અવાજ માનવામાં આવી રહ્યો છે. દુનિયામાં 250 મિલિયનથી વધુના રેકોર્ડ વેચાણ સાથે રિહાના અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય કલાકારોમાંની એક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
